છે; પછી ઊંડે ઉતરતા ‘‘અહં’’ એવા વિચાર છૂટીને અસ્મિ ‘હું છું’
એવો ભાવ વેદાય છે.....‘હું દર્શનજ્ઞાનમય છું, – એવા સ્થૂળ
ભેદભાવ ત્યાં રહેતાં નથી; – અત્યંત સૂક્ષ્મ વિચાર હોય છે; પછી
તે સૂક્ષ્મ વિચારને પણ ઓળંગી જઈને; વિકલ્પ – વિચાર વગર,
સ્વરુપ – સત્તામાત્રનો સ્વસંવેદનભાવ રહે છે, – તે નિર્વિકલ્પ
આનંદસમાધિ છે. ત્યાં આત્મા પોતાના એકસ્વરુપમાં જ એકરસ
છે, બીજો કોઈ રસ નથી, કોઈ ભેદવિચાર નથી. સ્વરુપ આખું
સત્તામાત્ર પોતે પોતામાં પરિણમી રહ્યું છે. વિકલ્પો – ભેદો બધા
થાકીને બહાર અધવચ્ચે અટકી ગયા, મન પણ થાક્યું, પરમ
શાંતિમય ચૈતન્ય ઉપયોગ એકલો અંદર પોતાના ઉત્પત્તિસ્થાન સુધી
પહોંચીને તેમાં એવો તન્મય થયો કે
દ્રવ્ય-પર્યાય જરાય જુદા અનુભવાતા નથી. – આ
પરમાત્માનો વિલાસ છે.... સ્વરુપની સિદ્ધિ છે.....સર્વે
ધર્માત્માઓની અનુભૂતિ છે ને પરમાત્માની સાક્ષી છે.
આનંદરસનો ફૂવારો ઊછળશે. થાકશો નહિ, હતાશ થાશો
નહિ. શંકા કરશો નહિ, એક જ લગનથી ચૈતન્ય –
સ્વરુપમાં લાગ્યા રહેજો, દિનરાત ક્ષણ – પળ પ્રયત્ન કયા