Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 250

 

background image
બ્ર. હરિભાઈએ શ્રી જિનસેન અને શ્રી ગુણભદ્ર આચાર્ય
ભગવંતનું મહાપુરાણ (આદિપુરાણ–ઉત્તર પુરાણ) વગેરે ભિન્ન-ભિન્ન
૯૦ જેટલા પુરાણો તેમજ એકાસણાની તપસ્યા કરીને ષટ્ખંડાગમ,
ધવલા-જયધવલા-મહાધવલા, ગોમ્મટસાર આદિ ૬૦ જેટલા વિવિધ
શાસ્ત્રોનોે ગહન અભ્યાસ કરેલ. સ્વાનુભૂતિના લક્ષે, અંતરના ઊંડા
મંથનપૂર્વક, સમયસાર શાસ્ત્રનો સ્વાધ્યાય કરતાં કરતાં ૩૫મી વખતના
સ્વાધ્યાય વખતે તેમને સ્વાનુભૂતિની પ્રાપ્તિ થઈ હતી. તેમના જીવનમાં
તેમણે સમયસાર શાસ્ત્રનો સ્વાધ્યાય ગુરુગમે ૧૦૦ વખત કર્યો હતો.
કષાયપાહુડના પંદરમા ભાગનો સ્વાધ્યાય પોતાના જીવનના અંતિમ
દિવસે સાજે ૪ વાગે પૂર્ણ કરેલ અને સોળમા ભાગનું પ્રકાશન નહીં
થયેલ હોવાને કારણે તેઓ ઉત્સાહપૂર્વક કહેતા કે ‘‘અરે ! સ્વર્ગમાં
જઈનેે ત્યાંથી ગણધર ભગવંત પાસે પહોંચી અંતર્મુહૂર્તમાં બારે અંગોનું
શ્રવણ કરીશ.’’ આવું સુંદર જિનવાણીમય તેમનું જીવન હતું.
તીર્થયાત્રા તેમને ખૂબ જ પ્રિય હતી. ભારતવર્ષના તીર્થધામોની
પૂજ્ય ગુરુદેવશ્રી સાથે ખૂબ જ ઉલ્લાસપૂર્વક યાત્રા કરી. એ તીર્થોનો
મહિમા ‘મંગલ તીર્થયાત્રા’ ગ્રંથમાં સુંદર રીતે વર્ણવ્યો છે. એ બદલ બ્ર.
હરિભાઈને સુવર્ણચંદ્રક અર્પણ થયેલ. તીર્થભૂમિ, કલ્યાણકભૂમિની
સ્પર્શના, દર્શન, પૂજન માટેનાં તેમના ભક્તિભર્યા ઉત્સાહ પાસે પહાડોની
દુર્ગમતા-ખતરનાક દ્રઢતા, ભૂખ, તરસ આદિ કષ્ટો વામણા બની જતા.
તેમની સર્વાંગ સુંદર અને સુવિશુદ્ધ શાસ્ત્રોક્ત યાત્રા દેખી તેમના સાથી
યાત્રીઓને તેમની સાથે વારંવાર યાત્રા કરવાના ભાવ થતા.
તેમની તીર્થભક્તિ જેવી જ ગુરુભક્તિ પણ ઉત્કૃષ્ટ હતી. પૂજ્ય
ગુરુદેવશ્રીની તબિયત છેલ્લા વર્ષોમાં નાદુરસ્ત રહેવાથી બ્ર. હરિભાઈ
ગુરુદેવશ્રી સમક્ષ દરરોજ બે કલાક સ્વાધ્યાય કરતા. હોસ્પિટલમાં
જ્યારે ગુરુદેવશ્રીની તબિયત વિશેષ નાજુક બનતી ત્યારે ‘સમયસાર’ની
ગાથાઓ ગુરુદેવશ્રીને સંભળાવી તેઓનું દર્દ ભૂલાવી દેતા તે જોઈ
મુમુક્ષુઓ બ્ર. હરિભાઈને ધન્યવાદ આપતા. પૂજ્ય ગુરુદેવશ્રીના અંતિમ
( ૧૦ )