સમ્યગ્દર્શન થવાનું ખાસ વર્ણન છે : તેમાં વીસ – વીસ શ્લોકો
દ્વારા તેમજ ગાથા દ્વારા સ્પષ્ટ સમજાવ્યું છે કે નયપક્ષના વિકલ્પો
વડે (ભલે હું શુદ્ધ છું એવો શુદ્ધનયનો વિકલ્પ હોય – તો પણ તેના
વડે) શુદ્ધાત્માનો નિર્ણય કે અનુભૂતિ થતી નથી. પ્રથમ શ્રુતજ્ઞાન વડે
જ (વિકલ્પવડે નહિ પણ જ્ઞાનવડે જ) શુદ્ધાત્માનો નિર્ણય થાય છે;
એવો નિર્ણય કરનારું જ્ઞાન, વિકલ્પોને (ઇંદ્રિયો તેમજ મનને)
ઓળંગીને, આત્મસન્મુખ થઈને શુદ્ધાત્માની અનુભૂતિ કરે છે;
આવી અનુભૂતિ કરનાર આત્મા તે ભગવાન છે, તે સમયસાર છે;
સમ્યગ્દર્શન, જ્ઞાન ને આનંદ પણ તે જ છે.
આવો, અમે કહીએ છીએ તે રીતે, છ મહિના આત્માને દેખવાનો
અભ્યાસ કર. – એમ કરવાથી તારા પોતાના હૃદયસરોવરમાં
દેહાદિથી ભિન્ન તારા શુદ્ધઆત્માની ઉપલબ્ધિ અનુભૂતિ તને થશે
જ.