Samyak Darshan Part 7 8 (Gujarati). Mumukshune Upyogi Vidhvidh Charchao.

< Previous Page   Next Page >


Page 113 of 237
PDF/HTML Page 126 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( વિવિધ ચર્ચાઓ : ૧૧૩
મુમુક્ષુને ઉપયોગી વિધવિધ ચર્ચાઓ
ધ્યેયરુપ સિદ્ધભગવાન (સ. ગા. ૧)
આ મંગલ ગાથામાં ‘वंदित्तु सव्व सिद्धे.....’ કહીને, સાધ્યરુપ
સિદ્ધ ભગવંતોને શુદ્ધ આત્માના આદર્શ તરીકે સ્વીકાર્યા છે.
તે સિદ્ધ ભગવંતો કેવા છે? કે સ્વભાવ – ભાવભૂત એવી
સિદ્ધગતિરુપે પરિણમેલા છે, અપરિણામી નથી. આવા
સિદ્ધભગવંતોને આદર્શરુપે રાખીને સાધકજીવ પોતાના આત્માને
પણ તેમના જેવો એટલે કે ‘શુદ્ધ પર્યાયરુપે પરિણમતો’ અનુભવે છે
ને તેને ધ્યાવીને પોતે સિદ્ધપદરુપે પરિણમી જાય છે.
‘જ્ઞા.....ય.....ક.....ભા.....વ’ (સ. ગા. ૬)
જે એક જ્ઞાયકભાવ છે તે – ‘શુભાશુભ – કષાયચક્રરુપે
પરિણમતો નથી’ તેથી – પ્રમત્ત કે અપ્રમત્ત નથી.....
‘કષાયચક્રરુપે નથી પરિણમતો’ એમ કહ્યું તેમાં જ
‘અર્થાપત્તિન્યાયે’ એ વાત આવી ગઈ કે કષાય વગરના શુદ્ધ
જ્ઞાનચક્રરુપે તે પરિણમે છે.
‘કોઈપણ ભાવરુપે પરિણમતો નથી’ એમ ન કહ્યું એટલે કે
જ્ઞાયકને અપરિણામી ન કહ્યો પણ કષાયચક્રથી જુદો જ્ઞાનપરિણામી
કહ્યો. અને એવા જ્ઞાનરુપ પરિણમનારને જ અમે ‘શુદ્ધ – જ્ઞાયક’
કહીએ છીએ. (ભિન્નપણે ઉપાસવામાં આવે ત્યારે શુદ્ધ કહેવાય
છે.)
સ્વાનુભૂતિ વખતે તે ‘જ્ઞાયક’ (ભલે પરને નથી જાણતો પણ)
પોતે પોતાને જાણે છે, તેથી તે જ્ઞાયક જ છે : જાણનાર પોતે (કર્તા),