Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 114 of 237
PDF/HTML Page 127 of 250

 

background image
૧૧૪ : વિવિધ ચર્ચાઓ )
( સમ્યગ્દર્શન
અને પોતાને જ જાણ્યો (તે કર્મ) – એમ કર્તાકર્મનું અભિન્નપણું
(દ્રવ્યપર્યાયનું અભિન્નપણું) છે; ‘જ્ઞાયક’થી જુદો બીજો કોઈ
‘જ્ઞાતા’ નથી : ‘જ્ઞાત તે તો તે જ છે.’ આ છઠ્ઠી ગાથાનો અર્થ
કેટલાક જીવો બરાબર સમજતા નથી, અને ‘તેમાં આત્માને સર્વથા
અપરિણામી કહ્યો છે’ – એમ માને છે, – તે ભ્રાન્તિનું નિરાકરણ
ઉપરના ન્યાયો સમજવાથી થઈ શકશે.
અહીં ‘પ્રમત્ત – અપ્રમત્ત’ના અર્થમાં ૧ થી ૧૪ ગુણસ્થાનો
લેવાના છે, – તેમાં મોહાદિ ઉદયભાવો ભળેલા હોવાથી
ગુણસ્થાનોને અશુદ્ધ કહ્યા; પરંતુ ભેદજ્ઞાનવડે તે ઉદયભાવોને બાદ
કરીને જોતાં જે સમ્યક્ત્વ – કેવળજ્ઞાનાદિ શુદ્ધભાવો દેખાય છે તે
તો જીવનું સ્વરુપ છે ને સ્વભાવથી જીવ પોતે તે – રુપ પરિણમે છે.
તે પરિણમન જીવનું ‘કર્મ’ છે ને શુદ્ધજીવ તેનો ‘કર્તા’ છે – એમ
કર્તા – કર્મનું અનન્યપણું (એકપણું) છે. આ, છઠ્ઠી ગાથાનું ને
સમયસારનું તાત્પર્ય છે.
(ગા. ૩૨૨ થી ૩૪૪)
સાંખ્યની જેમ – કોઈ જૈન પણ જો આત્માને સર્વથા
અપરિણામી માને તો તે પણ મિથ્યાદ્રષ્ટિ છે, – અને જિનવાણીના
વિરાધક છે; એ વાત સમયસાર ૩૨૨ થી ૩૪૪ સુધીની ૨૩
ગાથામાં બહુ સ્પષ્ટ રીતે સમજાવીને સાબિત કર્યું છે કે આત્મા
અપરિણામી નથી પણ સ્વપરિણામી છે. અજ્ઞાની જીવ પોતાના
અજ્ઞાનપરિણામને કરે છે, ને ભેદજ્ઞાની જીવ જ્ઞાન ભાવરુપ
પરિણમતો થકો તે જ્ઞાનપરિણામનો કર્તા (તથા વિભાવનો અકર્તા)
થાય છે. આ રીતે જીવ કંઈક પરિણામ તો કરે જ છે.
c