૧૧૮ : વિવિધ ચર્ચાઓ )
( સમ્યગ્દર્શન
‘મુજ જ્ઞાનમાં આત્મા ખરે,
દર્શન – ચરિતમાં આતમા,
પચ્ચખાણમાં આત્મા જ,
સંવર – યોગમાં પણ આતમા.’
– આ છે જ્ઞાનીનું સમ્યક્ ચિંતન!
સાક્ષી છે પ્રભુ કુંદકુંદસ્વામી.
જ્ઞાની જ્ઞાનક્રિયાના કર્તા છે
‘
आत्मा ज्ञानं...स्वयं ज्ञानम्
ज्ञानात् अन्यत् करोति किम्?’
✽આત્મા પોતે જ્ઞાનસ્વરુપ છે, તે જ્ઞાન સિવાય બીજું શું કરે?
✽જ્ઞાનથી વિરુદ્ધ અન્ય ભાવોનો કર્તા આત્મા છે – એવી બુદ્ધિ
તે અજ્ઞાની જીવોનો મોહ છે.
✽હવે આનો વ્યતિરેક કરીને કોઈ એમ માને કે ‘મારો આત્મા
મારા નિજ ભાવનોય કર્તા નથી, કે આત્મા પોતાની
જ્ઞાનાદિપર્યાયને પણ કરતો નથી,’ – તો તે પણ અજ્ઞાન અને
મોહ છે, તેનેય કર્તા – કર્મના સાચા સ્વરુપની ખબર નથી.
✽ભગવાને આત્માને જ્ઞાનથી અન્ય એવા પરભાવનો અકર્તા
કહ્યો છે, કાંઈ નિજ – જ્ઞાનભાવનો અકર્તા નથી કહ્યો; તેનો
તો તન્મયરુપે કર્તા છે.