Samyak Darshan Part 7 8 (Gujarati). Chaitranyanu Grahan Vikalp Vade Na Thay.

< Previous Page   Next Page >


Page 120 of 237
PDF/HTML Page 133 of 250

 

background image
૧૨૦ : વિવિધ ચર્ચાઓ )
( સમ્યગ્દર્શન
ચૈતન્યતત્ત્વનું ગ્રહણ વિકલ્પ વડે ન થાય
ચૈતન્યતત્ત્વ એવું મોટું મહાન અતીન્દ્રિય છે કે, તેને
વિકલ્પગમ્ય કહેવું તે કલંક છે; ‘વિકલ્પથી આત્માને જાણ્યો’ એમ
કહેનારે આત્માને ઇન્દ્રિયગમ્ય – સ્થૂળ માન્યો છે. વિકલ્પ પોતે
મોહનો પ્રકાર છે, તેના વડે જ્ઞાનસ્વરુપ આત્માનું ગ્રહણ (શ્રદ્ધાન,
જ્ઞાન કે આચરણ) કેમ થઈ શકે
? ચૈતન્યની જાતરુપ જ્ઞાન વડે જ
તેનું ગ્રહણ થાય છે. આત્માની શોભા વિકલ્પથી નથી; જ્ઞાનચેતનાથી
જ આત્માની શોભા છે. વિકલ્પમાં આત્માનો સ્વાદ નથી, તેમાં તો
મોહનો સ્વાદ છે. આત્માનો સ્વાદ તો ચેતનામાં છે. આ રીતે ચેતના
અને વિકલ્પને સ્વાદભેદે અત્યંત ભિન્નતા છે. આવી ભિન્નતા
જાણી, પ્રજ્ઞાછીણી વડે વિકલ્પોને જુદા કરીને, અને ચેતનામાં એકત્વ
કરીને, શુદ્ધઆત્માની સ્વાનુભૂતિ થાય છે.
સ્વાનુભવની પરંપરા
પ્રશ્ન : – સમ્યગ્દ્રષ્ટિ – જ્ઞાની પોતે પોતાના સ્વાનુભવની
વાત કરે?
ઉત્તર : – હા; શ્રીગુરુ પાસે, તેમજ સુયોગ્ય આત્માર્થી જીવો
પાસે જ્ઞાની પોતાના સ્વાનુભવની વાત કરે. ‘હે પ્રભો! આપના
પ્રસાદથી મને શુદ્ધાત્મા મળ્યો’ એમ કહીને ઉપકાર માને.
– તો પછી, નિયમસારમાં તો કહ્યું છે કે જ્ઞાનીજીવ
પરજનનો સંગ છોડીને પોતાના જ્ઞાનનિધિને ભોગવે’ – તેનો શું
અર્થ છે
?