૧૨૨ : વિવિધ ચર્ચાઓ )
( સમ્યગ્દર્શન
શાસ્ત્રોમાં પણ એવા હજારો પ્રસંગો છે કે જેમાં જ્ઞાની પોતાની
અનુભૂતિનું નિઃશંક વર્ણન કરતા હોય, તેમાંથી થોડાક નમૂના અહીં
આપીએ છીએ : –
✽(સમયસાર ગા : ૫) નિરંતર ઝરતા આનંદની છાપવાળા
પ્રચુર સ્વસંવેદનથી મને નિજવૈભવ પ્રગટયો છે.....
✽(સ. કળશ ૨૦) આ આત્મજ્યોતિને અમે નિરંતર
અનુભવીએ છીએ.
✽(કળશ : ૩૦) હું પોતાથી જ પોતાના એક આત્મસ્વરુપને
અનુભવું છું.
✽(ગા. ૩૮) પ્રતિબુદ્ધ શિષ્ય, પોતાને જે અપૂર્વ આત્મઅનુભવ
થયો તેનું વર્ણન કરતાં સ્વમુખે કહે છે કે – હું અનાદિથી
અપ્રતિબુદ્ધ હતો; હવે વિરક્ત ગુરુથી નિરંતર સમજાવવામાં
આવતાં.....પોતાના પરમેશ્વર આત્માને જાણીને, તેનું શ્રદ્ધાન
કરીને તથા આચરણ કરીને જે સમ્યક્ પ્રકારે એક આત્મારામ
થયો; તે હું એવો અનુભવ કરું છું કે.....મહાન જ્ઞાનપ્રકાશ
મને પ્રગટ થયો છે.
✽શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે –
‘ઓગણીસો ને સુડતાલીસે સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે.’
‘દર્શનમોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે
દેહભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો.’
(આ કાવ્યમાં ચારિત્રની ભાવના ભાવી છે પણ ‘આત્મબોધ
ક્યારે થશે’ એમ ભાવના નથી કરી, કેમકે આત્મબોધ તો થઈ ગયો
છે.)
‘અમારું જે અનુભવજ્ઞાન તેનું ફળ વીતરાગતા છે.’