નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન.
ભાસ્યું નિજસ્વરુપ તે શુદ્ધ ચેતનારુપ;
અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરુપ.’
સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રના ઐક્યસ્વરુપ એકાગ્રતાને હું
અવલંબ્યો છું.
(ગા. ૮૦) મોહની સેનાને જીતવાનો ઉપાય મેં મેળવ્યો
છે.....અર્થાત્ મને સમ્યગ્દર્શન થયું છે.....મેં ચિંતામણિ પ્રાપ્ત
કર્યો છે.....મારી મતિ વ્યવસ્થિત થઈ છે.....
(ગા. ૯૨) બહિર્મોહદ્રષ્ટિ આગમકૌશલ્ય તથા આત્મજ્ઞાન વડે
હણાઈ ગઈ હોવાથી હવે મને ફરીને ઉત્પન્ન થવાની
નથી.....‘આ આત્મા સ્વયમેવ ધર્મ થયો.’
(પ્ર. ગા. ૧૯૯) ‘મોક્ષમાર્ગ અવધારિત કર્યો છે, કૃત્ય કરાય
છે.’ અર્થાત્ મોક્ષમાર્ગ નક્કી કરીને તેમાં ચાલી રહ્યા છીએ.
(ગા. ૨૦૦) હું આ મોક્ષાધિકારી, જ્ઞાયકસ્વભાવી
આત્મતત્ત્વના પરિજ્ઞાનપૂર્વક.....શુદ્ધાત્મામાં પ્રવર્તું છું.
જિજ્ઞાસુ જીવોને તે મહાન આત્મલાભનું કારણ થાય છે.
જિજ્ઞાસુઓને માટે આ વિષય મહત્ત્વનો અને લાભકારી હોવાથી
તેનું સ્પષ્ટીકરણ કર્યું છે.