લેવા સમકિત આવ્યો હરિપ્રસંગ જો;
અદ્ભુત માતા વેદક મારા આત્મના,
એ છે મારાં સમ્યક્ના દાતાર જો.....
તીર્થંકર છે; અને પૂજ્ય બન્ને ધર્મમાતાઓ, – કે જેમણે આ
બાળકને પરમ વાત્સલ્યથી ચૈતન્યનું અમૃત નિરંતર પીવડાવ્યું છે –
તે માતાઓ દ્વારા અંતરની ઉર્મિથી બતાવાયેલો શુદ્ધઆત્મા આ
જીવને પ્રાપ્ત થયો છે, તેથી તે માતાઓનો પણ ખરેખર પરમ
ઉપકાર છે; તે માતા સમ્યક્ત્વના દાતા છે.
મને પ્રાપ્ત થયો; સમ્યક્ત્વ પામવા માટે જ કુદરતે મને કહાનગુરુના
ચરણમાં મુક્યો, ને એ કહાનગુરુની મંગલ છાયામાં આત્મહિતની
ભાવના ભાવતાં – ભાવતાં, જિનવાણીનો અભ્યાસ કરતાં – કરતાં,
ધર્મમાતાઓ પાસેથી વારંવાર આત્માનું પ્રોત્સાહન મેળવતાં –
મેળવતાં, જે ચૈતન્યરસનું ઘોલન થયું, ચૈતન્યરસ વારંવાર ઘૂંટાયો,
દિનરાત નિરંતર આત્માની શાંતિ કેમ મળે
દેખીને અત્યંત ઉત્કંઠા જાગતી હતી કે અહો