Samyak Darshan Part 7 8 (Gujarati). Pad 4.

< Previous Page   Next Page >


Page 132 of 237
PDF/HTML Page 145 of 250

 

background image
૧૩૨ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
માતાઓની સેવા કરતાં – કરતાં, અંતે ચૈતન્યની ભાવના સફળ
થઈ, અને આ જીવ તેઓના પરમ ઉપકારને લીધે સમ્યક્ત્વ પામ્યો.
અહો, મને સમ્યક્ત્વના દાતાર સંતો
! હું આપનો આત્માના પરમ
ઉલ્લાસથી, અસંખ્ય પ્રદેશે પરમ ભક્તિથી અપાર – અપાર ઉપકાર
માનું છું. ।।૩।।
(૪)
સ્વસંવેદન મારું ઊંડું અપાર છે,
વિકલ્પો – જડ પામી શકે નહીં પાર જો;
અડી શકે નહીં અંતર આતમરામને,
ચેતનથી છે વિલક્ષણ સૌ ભાવ જો.....
મને અંતરમાં ચૈતન્યનું જે વેદન થયું તે અપાર ઊંડું, એકલા
ચૈતન્યભાવથી ભરેલું, ચૈતન્યરસની પરમ ગંભીરતાથી ભરેલું છે;
કોઈ વિકલ્પો, કોઈ જડ – વાણી એનો પાર પામી શકતા નથી;
કેમકે આ ચૈતન્યતત્ત્વ – તેને કોઈ વિકલ્પો કે ઇન્દ્રિયગમ્ય પદાર્થો
અડી શકતા નથી. અહો, ચૈતન્યનો વિલક્ષણ ભાવ
! એકકોર રાગનો
ભાવ, અને એકકોર ચૈતન્યનો ભાવ; બંને એકબીજાથી વિરુદ્ધ –
લક્ષણવાળાં વિલક્ષણ છે. રાગથી વિલક્ષણ, જડથી વિલક્ષણ એવું
કોઈ પરમ ચૈતન્યસ્વરુપ આત્મતત્ત્વ, – અંતરનો મારો
આતમરામ, તે સ્વસંવેદનમાં સમાયેલો છે; તે વાણીમાં – વિકલ્પમાં
આવી શકતો નથી; તેનું જે સ્વસંવેદન થયું તેમાં કોઈ વાણીની
અપેક્ષા ન હતી, કોઈ વિકલ્પની અપેક્ષા ન હતી, અંદર માત્ર
ચૈતન્યરસ એક જ ઘોળાતો હતો. ।।૪।।