બહારમાં નહીં આવે કોઈ ભાવ જો,
કેમ કરીને દેખે બાહિર જીવડા
ચૈતન્યના ભાવો ચૈતન્યમાં અભેદ થઈને પરિણમી ગયા, તે
બહારમાં ઇન્દ્રિયથી દેખાય કે રાગથી તેનું અનુમાન થઈ શકે –
તેવા નથી, તે તો અતીન્દ્રિય ભાવ છે, એટલે બાહિર – જીવડા,
બહારમાં દેખનારા જીવડાઓ આ અનુભૂતિને અરેરે
તે ધર્માત્માની અતીન્દ્રિય અનુભૂતિને ઓળખવા માટે પણ જિજ્ઞાસુ
આત્મામાં કોઈ અનેરા ભાવ હોવા જોઈએ; એકલા રાગ ભાવથી,
એકલા શુભરાગની ભક્તિના ભાવથી કે બહારની કોઈ ચેષ્ટાઓથી
એ ધર્માત્માની અનુભૂતિ અનુમાનગમ્ય પણ થઈ શકતી નથી.
ધર્માત્માની અનુભૂતિનો ભાવ જેમ રાગથી પાર અતીન્દ્રિય થયેલો
છે, તેમ તે અનુભૂતિને ઓળખવા માટેનો ભાવ પણ રાગથી જરાક
છૂટો પડેલો અને જ્ઞાનના રસવાળો હોય છે. એટલે આવી અદ્ભુત
અનુભૂતિને જગતના બાહ્યદ્રષ્ટિવાળા જીવો દેખે કે ન દેખે, એની
સાથે અનુભૂતિને કાંઈ જ સંબંધ નથી. પંચપરમેષ્ઠી ભગવંતો આવી
આત્મિક અનુભૂતિને દેખી રહ્યા છે, ધર્માત્માઓ આવી આત્મિક