Samyak Darshan Part 7 8 (Gujarati). Pad 6.

< Previous Page   Next Page >


Page 134 of 237
PDF/HTML Page 147 of 250

 

background image
૧૩૪ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
અનુભૂતિ પોતામાં વેદી રહ્યા છે, અને બીજા ધર્માત્માઓમાં પણ
આવી જ અનુભૂતિ થાય છે એમ તેઓ અનુમાનથી જાણી શકે
છે. ।।૫।।
(૬)
દેખ્યો રે દેખ્યો અદ્ભુત વૈભવ અંતરે,
અનંત ગુણનિધિ છું આતમદેવ જો
ચેતનભાવ જ પ્રસરી રહ્યો છે એકલો,
સર્વ પ્રદેશે સુખ – સુખ બસ, સુખ જો.....
– આત્મપ્રદેશે સુખ – સુખ બસ, સુખ જો.....
વાહ રે વાહ! અનુભૂતિમાં તો બસ, આત્માના સર્વ પ્રદેશોમાં
એકલું સુખ સુખ ને સુખ! એક સુખનો મહાન સમુદ્ર જ પોતે
પોતાની અનુભૂતિમાં આવે છે; એમાં એકલો ચૈતન્યભાવ સર્વત્ર
ભરેલો છે. એ વખતે આત્મા પોતે પોતાના ‘એકત્વ’ને – પોતાને
એકને જ – એકલો-એકલો સ્વસંવેદનમાં વેદે છે. આહા
! અંતરમાં
અનંત ગુણનિધાન પોતે જ ભગવાનપણે મેં મને દેખ્યો....દેખ્યો. –
એવો સ્પષ્ટ દેખ્યો, આંખથી જેમ થાંભલો દેખાય એના કરતાં પણ
વધુ સ્પષ્ટ, – પ્રત્યક્ષ જ્ઞાન વડે સ્વસંવેદનની સ્વાનુભૂતિથી
આત્માને પ્રત્યક્ષ દેખ્યો.
જેે ઇન્દ્રિયજ્ઞાનથી સ્પષ્ટ દેખાય તે તો પરોક્ષ જ્ઞાન છે; આ તો
અતીન્દ્રિય જ્ઞાનથી દેખાયેલો આત્મા – એની સ્પષ્ટતાની, એની
પ્રત્યક્ષતાની શી વાત
! અહો મહાવીર ભગવાન! આપના શાસનમાં
આત્માનો જે શાંતરસ ઉલ્લસ્યો – એની શી વાત! ।।૬।।