Samyak Darshan Part 7 8 (Gujarati). Pad 7-8.

< Previous Page   Next Page >


Page 135 of 237
PDF/HTML Page 148 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૧૩૫
(૭)
શાંત શાંતરસ ઉલ્લસ્યો ગુણના ધામમાં,
અનંત ગુણોના રસમાં ડૂબ્યા રામ જો;
દરિયો ઊંડો કેવો ચૈતન્ય રસનો,
સ્વયંભૂથી પણ નહીં માપ મપાય જો.....
અહો, અનુભૂતિમાં ચૈતન્યના ગુણના ધામમાં જે શાંત –
શાંતરસ ઊછળ્યો, જે શાંતરસનું વેદન થયું, અને આત્મા પોતાના
અનંત ગુણના ચૈતન્યરસમાં લીન થયો, એની શી વાત
!
સ્વયંભૂરમણ સમુદ્ર મોટામાં મોટો દરિયો ગણાય છે, પરંતુ એના
વડે પણ જેનું માપ થઈ શકતું નથી, જેની ગંભીરતા અનંતા
સ્વયંભૂરમણ સમુદ્રથી પણ અધિક છે, જેની ગંભીરતા એકમાત્ર
અતીન્દ્રિય જ્ઞાનમાં જ સમાઈ શકે છે, બીજી કોઈ રીતે જેનું માપ
થઈ શકતું નથી એવો અમાપ – અગાધ શાંત ચૈતન્યરસનો સમુદ્ર
આત્માની અનુભૂતિમાં ઉલ્લસ્યો.
એ વખતે આત્મા એકલો – એકલો પોતાના એકત્વના
આનંદમાં ડોલતો હતો. ।।૭।।
(૮)
એકાકી એકાકી નિજમાં ડોલતો,
કદી ન આવે, નિજ મર્યાદા બાહ્ય જો;
એવું વેદન અંતરમાં શુદ્ધ ભાવનું,
મલિન ભાવો જેમાં કદી ન સમાય જો.....
આત્મા પોતાના દ્રવ્ય – ગુણ – પર્યાયને પોતામાં સમાવતો,
પોતાના એકત્વમાં ડોલતો હતો; એકત્વમાં બીજા કોઈ અશુદ્ધભાવો,
બીજા કોઈ ભેદો, બીજા કોઈ વિકલ્પો કે અન્ય કોઈ સંગ ત્યાં