પરિણમતો, પોતાની મર્યાદામાં સ્વઘરમાં સમાતો, આનંદથી
પરિણમતો હતો. પોતાના દ્રવ્ય – ગુણ – પર્યાયની શુદ્ધતાની
એકતા, – એ એકત્વની મર્યાદાથી બહાર એ જરા પણ ન જતો;
ને પોતાના સ્વરુપના વેદનમાં અન્ય ભાવને પોતે આવવા દેતો ન
હતો; પોતાના એકત્વના વેદનને કોઈ અન્ય ભાવથી કે કોઈ
ભંગભેદથી ખંડિત કરતો ન હતો.
આવું એકત્વસ્વરુપ પ્રાપ્ત થતાં કોઈ અદ્ભુત – આશ્ચર્યકારી
મોક્ષનો મંગળ મહોત્સવ જાણે થતો હોય
હોય
કોઈ ભેદભાવ પણ ન હતો. ચૈતન્યની અનુભૂતિમાં અભેદપણે
પંચપરમેષ્ઠી ભગવંતો પણ સમાયેલા જ હતા. ત્યાં ન કોઈ વિકલ્પ
હતો, ન કોઈ ઉલ્લાસની વૃત્તિનો ભાવ હતો, માત્ર ચૈતન્યની
શાંતપરિણતિ, – નિર્વિકલ્પ પરિણતિ, – અભેદ પરિણતિ
આત્મામાં પરિણમતી હતી. તે અનુભૂતિમાં અરિહંતો – સિદ્ધો પણ
સાક્ષાત્ થયા, – એમનું જેવું સ્વરુપ છે તેવું સ્વરુપ સાક્ષાત થયું,
એટલે જાણે આહા
પંચપરમેષ્ઠીને મારા આત્માથી બહાર ક્યાંય મારે જોવા જવું પડે –
એમ છે જ નહીં. ખરી અરિહંતોની ઓળખાણ, સિદ્ધભગવંતોની
આત્મામાં પધરામણી, કુંદકુંદસ્વામી જેવા ધર્માત્મા પુરુષોની સાચી
ઓળખાણ આ અનુભૂતિમાં થઈ. ।।૮।।