સિદ્ધ પ્રભુ પણ બિરાજે સાક્ષાત જો.
સાક્ષી સર્વે સાધક સંતો આપતા,
એવી અનુભૂતિ ‘છે’ ઇન્દ્રિય – તીત જો.....
અરિહંત અને સિદ્ધ ભગવંતો કેવા છે
અતીન્દ્રિય થયેલા સર્વજ્ઞો, – અતીન્દ્રિય આનંદરુપે પરિણમતા
સર્વજ્ઞો, – એમની ઓળખાણ પોતાના અતીન્દ્રિય સ્વસંવેદન દ્વારા
જ થઈ શકે છે. અતીન્દ્રિય સ્વસંવેદનમાં જે થોડુંક અતીન્દ્રિયપણું
થયું ને અતીન્દ્રિય આનંદનો થોડોક અંશ સ્વાદમાં આવ્યો તેના
ઉપરથી ખબર પડી કે અહો, આવું અદ્ભુત જ્ઞાન ને આવો અદ્ભુત
અતીન્દ્રિય આનંદ – એને ઘણો ઘણો વધારે – પરિપૂર્ણપણે
અરિહંતો અને સિદ્ધ ભગવંતો અનુભવી રહ્યા છે, એ જ જ્ઞાન અને
આનંદનો થોડોક નમૂનો આ આત્માને પ્રાપ્ત થયો.
એકદમ પ્રત્યક્ષ છે. આત્મા ઇન્દ્રિયોથી ભલે પકડાય તેવો નથી પરંતુ
અંતર્મુખ દશા, અંતર્મુખ જ્ઞાન અને અનુભૂતિ જે થાય છે તેમાં તો
આખેઆખો આત્મા સાક્ષાત્ હાજરાહજૂર પ્રત્યક્ષભૂત થઈ જાય છે.
આવી અનુભૂતિ થતાં સર્વે સિદ્ધ ભગવંતોની સાક્ષી, સર્વે સાધક