૧૩૮ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
સંતોની સાક્ષી, પોતાના ભાવમાં સમાઈ જાય છે કે અહો,
પંચપરમેષ્ઠી ભગવંતો! તમે આત્માનો કેવો અનુભવ કરી કરીને
પરમેષ્ઠી થયા તેની મારા આત્મામાં મને હવે ખબર પડી ગઈ છે,
અને હું પણ આપના તે માર્ગમાં આવી રહ્યો છું; તેમાં આપ સર્વેનું
અતીન્દ્રિયજ્ઞાન સાક્ષી છે.
સર્વોત્કૃષ્ટ સાક્ષીરુપ સ્વસંવેદન એટલે કે આત્માની સાક્ષી તો
છે જ, અને તે સાક્ષીના બળે પંચ પરમેષ્ઠીને પણ હું મારી
અનુભૂતિના સાક્ષી બનાવું છું. ।।૯।।
(૧૦)
જ્ઞાનપક્ષમાં રાગનો પક્ષ વિપક્ષ છે,
બંને ધારા અતિશય ભિન્ન વેદાય જો.
જ્ઞાનલક્ષમાં અનંત ગુણનો પક્ષ છે,
બહાર રહે છે સર્વે રાગ – વિકલ્પ જો.....
સ્વસંવેદનમાં જે જ્ઞાન થયું તે જ્ઞાન –
✽ એક તરફ જ્ઞાનનો પક્ષ, અને
✽ બીજી તરફ રાગનો પક્ષ,
– એમ બે ભાગને જુદા પાડીને ભેદજ્ઞાન કરે છે. બે
ભાવોને જુદા જાણ્યા : એક મારા ચૈતન્યનો સ્વાભાવિક ભાવ – કે
જેમાં ચૈતન્યના બીજા સર્વે ભાવો પણ તન્મયપણે ભરેલા છે; અને
બીજી તરફ રાગ – દ્વેષાદિ પર ભાવો – કે જેમાં ચૈતન્યની શાંતિ
વગેરે કોઈ પણ ગુણો નથી; – આમ બે ભાવોનું અત્યંત ભિન્નપણું
જ્ઞાને પોતામાં જાણ્યું.
અનુભૂતિ પહેલાં પણ જ્ઞાન અને રાગ એ બંનેનું ભિન્નભિન્ન