શાસ્ત્રના અભ્યાસ અનુસાર જીવને પોતાના જ્ઞાનમાં જાણવામાં આવતું
હતું; ‘આ જ્ઞાન, અને આ રાગ’ એમ બંનેને જાણીને, તેમાં જ્ઞાનનો પક્ષ
હતો; – જ્ઞાનનો પક્ષ એટલે શું
રાગમાં કંઈ પણ શાંતિ દેખાતી ન હતી, કે રાગ પોતાને વહાલો લાગતો
ન હતો. આમ પહેલેથી જ રુચિની દિશા પલટી ગઈ, પક્ષ ફરી ગયો,
રાગનો પક્ષ છૂટી સ્વાભાવિક ભાવોનો પક્ષ થયો; તે પક્ષનું ઘોલન
કરતાં – કરતાં, જ્ઞાનની વૃદ્ધિ કરતાં – કરતાં અને રાગનો રસ તોડતાં
– તોડતાં, અંતે બંને ધારા અત્યંત ભિન્ન, એકદમ જુદી વેદનમાં આવી
ગઈ અને સાક્ષાત્ સ્વસંવેદન થયું, ત્યાં નિર્વિકલ્પતા થઈ ગઈ.
પક્ષ હતો એટલે કે અનંત ગુણો એ જ્ઞાનના પક્ષમાં આવીને ઊભા
રહેતા હતા; જ્ઞાનના સ્વાદની સાથે અનંત ગુણોનો સ્વાદ અંદર
દેખાતો હતો, વેદનમાં આવતો હતો; અને જે રાગાદિ – વિકલ્પો –
અશાંતિ – ક્રોધાદિ ભાવો – પરભાવો એ બધાય ભાવો જ્ઞાનના
વેદનથી એકદમ દૂર, એકદમ જુદા અને વિરુદ્ધ સ્વભાવવાળા
એટલે કે વિપક્ષવાળા હતા. આ રીતે આત્માની જે અનુભૂતિ થઈ
તેમાં બંને ભાવોનું સર્વથા ભિન્નપણું તો થયું, પણ બંનેને ભિન્ન
કરીને અનુભૂતિ જ્ઞાનના પક્ષમાં રહી ગઈ અને રાગનો તેમાં
અભાવ થઈ ગયો. – આમ એક જ જ્ઞાનસ્વરુપના જ પક્ષનું લક્ષ
રહ્યું – એની જ અનુભૂતિ રહી, બીજાની નાસ્તિ તેમાં આવી ગઈ.
થયું. ।।૧૦।।