Samyak Darshan Part 7 8 (Gujarati). Pad 11.

< Previous Page   Next Page >


Page 140 of 237
PDF/HTML Page 153 of 250

 

background image
૧૪૦ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
(૧૧)
અહો મારું તત્ત્વ મળ્યું મુજ અંતરે,
હું જ સ્વયં છું નિજાનંદપદ ધામ જો.
સ્વયં સુખી ને તૃપ્તપણે હું વર્તતો,
દીસે નહીં કો અવર મુજ આરામ જો...
જાગી રે જાગી સ્વાનુભૂતિ મુજ આત્મામાં...
અહો, મારું તત્ત્વ મને મળ્યું. આ તત્ત્વ પ્રાપ્ત થતાં અતીન્દ્રિય
આનંદના વાજાં વાગ્યા. અહા, આવો આનંદ જે પૂર્વે કદી
અનુભૂતિમાં નહીં આવેલો, એવા આનંદસ્વરુપે મારો પોતાનો
આત્મા જ પરિણમનરુપ થઈ ગયો, એટલે હું પોતે જ મારા
નિજાનંદપદનું ધામ છું – એમ પોતે પોતાને અનુભવવા લાગ્યો.
ત્યારે હું પોતે સુખી હતો; – સુખ એટલે હું જ. સુખ નામની કોઈ
બીજી વસ્તુ નથી, આત્માથી કોઈ જુદું સુખ નથી. – આમ સ્વયં
પોતે પોતાને સુખી દેખી – અનુભવી ને પોતામાં તૃપ્ત થયો કે
અહો
! જે કાંઈ છું તે હું મારામાં જ છું; જે કાંઈ જોઈએ, જે મને
ઇષ્ટ, સુખ – શાંતિ એ બધું હું જ છું; એટલે પરમ તૃપ્તિ થઈ; કોઈ
અસંતોષ ન રહ્યો કે હવે મારે કાંઈ પ્રાપ્ત કરવાનું બાકી રહ્યું; કે
મારે બીજે ક્યાંયથી લેવાનું રહ્યું, બીજા કોઈની કાંઈ આધીનતા
કરવાની રહી – એવો કોઈ અતૃપ્તિ ભાવ રહેતો નથી. મારું આટલું
મજાનું ચૈતન્યતત્ત્વ – એ જ એક પોતાનો આરામ, એ જ આનંદથી
ખીલેલો બગીચો, એ જ અનંત ગુણોના ચૈતન્ય ભાવોથી ભરેલું
વિશ્રામનું સ્થાન; પોતામાં જ પોતે સ્થિર થઈને રહી ગયો કે વાહ,
આ મારું ઘર
! આ મારું રહેવાનું સ્થાન! ગમે ત્યાં હોઉં – જગતના
બાહ્ય ક્ષેત્રમાં, પણ મારું રહેવાનું સ્થાન તો મારો ચૈતન્ય આત્મા જ
છે; એમાં જ હું હવે સદા કાળ રહીશ. એનાથી બહાર જગતમાં