Samyak Darshan Part 7 8 (Gujarati). Pad 12.

< Previous Page   Next Page >


Page 141 of 237
PDF/HTML Page 154 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૧૪૧
ક્યાંય બીજું કોઈ ક્ષેત્ર, સ્થાન, કોઈ પુરુષો કે કોઈ બીજો ભાવ –
એ મારા આત્માને માટે આરામનું સ્થાન છે નહિ. – એમ સ્વયં
પોતે પોતામાં આરામ લઉં એવું મારું સ્વતત્ત્વ કોઈ પરમ અદ્ભુત,
અનુભૂતિમાં પ્રાપ્ત થયું. ।।૧૧।।
આવું તત્ત્વ સર્વજ્ઞ ભગવાનના વીતરાગી શાસનમાં જ પ્રાપ્ત
થાય છે. જે શાસનના પ્રતાપે આત્મપ્રાપ્તિ થઈ એ શાસનના
મહિમાનું શું કહીએ
? –
(૧૨)
ધન્ય ધન્ય છે શાસન શ્રી વીતરાગનું,
કરાવે છે ચેતનમય નિજ ભાવ જો.
અંતરમુખ વૃત્તિને વાળી વેગથી,
રાગ – દ્વેષને રાખે છે અતિ દૂર જો.....
વાહ રે વાહ, અનંત સર્વજ્ઞ ભગવંતોનું શાસન! તેમાં કોઈ
રાગનો અંશ નથી; સ્વયં વીતરાગ અને સર્વજ્ઞ થયેલા ભગવંતો પોતે
જે માર્ગથી આત્મા પામ્યા, તે માર્ગ અને તેવું આત્મસ્વરુપ આપણને
પણ તે સર્વજ્ઞ વીતરાગ ભગવંતોએ બતાવ્યું છે. અહા, આવું શાસન
પામવું, ને એ શાસનમાં કહેલું ચૈતન્યતત્ત્વ પામવું – એ અપૂર્વતાની
શી વાત
!
જૈનશાસનની આ એક ખૂબી છે કે તે આત્માને
ચૈતન્યભાવરુપે પરિણમન કરાવે છે. કોઈ પણ તત્ત્વનું રહસ્ય
સમજો તો આત્મા બીજા બધાયથી છૂટા ચેતનપણે જ પોતાની
અનુભૂતિમાં આવે – એવું જૈનશાસન સર્વ પ્રકારે બતાવે છે.
જૈનશાસનથી એ પ્રમાણે જાણતાં ચૈતન્યતત્ત્વ એટલું બધું