૧૪૨ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
સુંદર અને મજાનું દેખાય છે કે પોતાની પર્યાયની વૃત્તિનો વેગ
એકદમ અંતરમાં વળવા માંડે છે – કે વાહ! આવું મજાનું મારું
તત્ત્વ! ચાલ, હું જલ્દી એમાં જાઉં! જલ્દી એનો અનુભવ કરી લઉં!
અને અનુભવ પછી પણ વારંવાર એમાં તન્મય થઈને લીન થાઉં!
– એમ અંતર્મુખ વૃત્તિ વળે છે અને ચૈતન્યમાં વૃત્તિ વળતાં રાગ –
દ્વેષ તો એમાં ક્યાંય દેખાતા નથી, એની નજીકમાં પણ દેખાતા
નથી. રાગ – દ્વેષ જાણે આ આત્મામાં ક્યાંય છે જ નહિ.....એમ
એકદમ, રાગદ્વેષ અત્યંત દૂર થઈ ગયા, રાગદ્વેષથી ચેતના અત્યંત
છૂટી પડી ગઈ. – આવી ચેતનાપણે આત્માની અનુભૂતિ
જૈનશાસન કરાવે છે.
અહો, આ જૈનશાસન.....ધન્ય છે! ધન્ય છે! ।।૧૨।।
હવે જૈનશાસને બતાવેલું ચૈતન્યતત્ત્વ જે સ્વસંવેદનમાં આવ્યું,
તે સ્વસંવેદન કરનારો ભાવ – એ કોઈ રાગભાવ નથી; વિચારદશા
વખતનો ‘રાગ’ એ કાંઈ ચેતનને પકડતો નથી, પણ એ વખતનું
‘જ્ઞાન’ – તે આગળ વધી, રાગથી છૂટ્ટું પડી, તે જ્ઞાન પોતે
ચેતનભાવરુપ થઈને ચૈતન્યતત્ત્વને અનુભવે છે. ખરેખર બંને
ચેતનભાવો તન્મય થઈ જાય છે, એનું નામ જ અનુભૂતિ છે.
બંને ચેતનભાવો એટલે? – એક તો ચેતનસ્વભાવ ત્રિકાળ
સ્વરુપે છે જ, અને પર્યાય પણ ચેતનભાવરુપ થઈ ગઈ, – એમ
દ્રવ્ય – પર્યાય બંને એક સ્વભાવરુપ થઈ ગયા, એનું નામ અભેદ
અનુભૂતિ! – એ જ નિર્વિકલ્પ – અનુભૂતિ, અને એ જ સર્વજ્ઞ
ભગવાનનો શુદ્ધ અનેકાન્ત ધર્મ! આ રીતે ચેતનસ્વરુપ આત્મા
પોતાના ચેતનભાવથી જ પકડાય છે.