Samyak Darshan Part 7 8 (Gujarati). Pad 13.

< Previous Page   Next Page >


Page 143 of 237
PDF/HTML Page 156 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૧૪૩
(૧૩)
ચેતન પ્રભુ ‘પકડાયા’ ચેતન ભાવથી,
કદી ન થાયે ચેતન રાગ આધીન જો;
બંનેની જ્યાં જાત જ ભિન્ન ભિન્ન વર્તતી,઼
ઊંડા ઊતર્યે એ તો ભિન્ન જણાય જો.....
આ આત્મા તો ‘ચેતન પ્રભુ’ છે.....ને રાગ એ કાંઈ ચેતનની
જાતનો નથી, એનામાં ચેતનપણું છે જ નહિ, – એ રીતે બંનેની
જાત એકબીજાથી જુદી તો ખરી, પણ ઊલ્ટી એકબીજાથી વિરુદ્ધ
પણ છે; તો ચેતનપ્રભુ એ રાગને આધીન કેમ થાય
? રાગની
અનુભૂતિમાં ચેતનની અનુભૂતિ કેમ આવે? – ન જ આવે.
અનુભૂતિનો જે ભાવ છે એ તો રાગ વગરનો જ, ચૈતન્યભાવરુપ જ
પરિણમે છે. આ રીતે ચેતનની અનુભૂતિની જાત અને રાગની જાત,
એ બંને એકદમ જુદા જુદા સ્વરુપે જ વર્તે છે. જ્યારે ચેતનભાવ
પોતાના ચૈતન્યમાં ઊંડો ઊતરે છે ત્યારે તે રાગથી છૂટો પડયો છે.
ચૈતન્યસ્વભાવ તો સદાય રાગથી છૂટો જ છે, અને તે ચૈતન્યમાં
ઊંડા ઊતરવાની તાકાત ચેતનભાવમાં જ છે; રાગમાં એવી તાકાત
નથી કે ચૈતન્યસ્વભાવમાં ઊંડે ઊતરી શકે. રાગ એ તો બહાર જતો
ભાવ, સ્થૂળ ભાવ છે; એ ચૈતન્યનું વેદન કરી શકે નહિ, કે
ચૈતન્યની અંદર પ્રવેશી શકે નહિ. જ્યાં રાગની સાથે ભેળસેળ હોય
ત્યાં ચૈતન્યનો સાચો સ્વાદ આવે નહીં. જેમાં ચૈતન્યનો સાચો સ્વાદ
આવ્યો તે અનુભૂતિ સર્વ પ્રકારે રાગ વગરની, માત્ર ચેતના –
પરિણતિરુપ જ હતી, – કે જે ચેતનાની અંદર પોતાના સર્વ
ગુણોનો મધુર સ્વાદ, નિર્મળ સ્વાદ, શાંતિ અને વીતરાગતા સમાઈ
શકે, પણ તેમાં એક પણ પર ભાવનો અંશ સમાઈ શકે નહિ. –
આવી સ્પષ્ટ અદ્ભુત અનુભૂતિ આત્માને થઈ. એનું નામ