જ પંચપરમેષ્ઠી ભગવંતોની કૃપા છે ને એ જ આત્માનું કલ્યાણ છે.
અહો, આત્મા ધન્ય બન્યો.....તે આવા ભાવથી ધન્ય બન્યો. ।।૧૩।।
સ્થંભ કરતાંયે દીસે અતિ સાક્ષાત્ જો.
ઇન્દ્રિય – સંબંધ છોડી ચાલ્યું જ્ઞાન આ,
એ તો પહોંચ્યું અતીન્દ્રિય આનંદધામ જો.....
અંતરમાં વળ્યું; અને જ્યાં સ્વસંવેદન થયું ઈ અતીન્દ્રિયજ્ઞાનમાં
થયેલા સ્વસંવેદનની શી વાત
પ્રકાશમાં ઊભેલો થાંભલો આંખથી ચોખ્ખો દેખાય છે એનાથી પણ
વધારે ચોખ્ખો, અતીન્દ્રિયજ્ઞાનથી આત્મા પોતાના વેદનમાં સ્પષ્ટ
આવે છે. – કેમકે આંખથી થતું જ્ઞાન તો પરોક્ષ – પરાધીન છે
ત્યારે સ્વસંવેદનમાં થતું જ્ઞાન તો પ્રત્યક્ષ, અતીન્દ્રિય, સ્વાધીન છે;
જેમાં ઇન્દ્રિયની – આંખની કોઈની મદદ નથી, જેમાં રાગનું
આલંબન નથી, – એ જ્ઞાનની તાકાતની શી વાત
જ્ઞાનની તાકાત કોઈ અપરંપાર ઘણી ઘણી વધારે છે.