Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 145 of 237
PDF/HTML Page 158 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૧૪૫
જ્ઞાન એકદમ જોરદાર થયું – એવું જોરદાર થયું કે ઇન્દ્રિયોનો
સંબંધ એણે તોડી નાંખ્યો. – ખબર પણ ન પડી, એટલે કે
વિચારમાં પણ ન આવ્યું કે અત્યારે ઇન્દ્રિયોનો સંબંધ હતો ને છૂટી
ગયો
! કેમ કે ઉપયોગ તો એ વખતે ચૈતન્યના રસમાં જ તન્મય
થતો જતો હતો.....એમ ચૈતન્યરસમાં તન્મય થયેલા ઉપયોગે
ઇન્દ્રિયોનું અવલંબન એકદમ છોડી દીધું.....છૂટી ગયું. અને એ
જ્ઞાન ઇંદ્રિયોથી છૂટીને, અંતરમાં દોડયું; પહેલાં ઇદ્રિયોના
અવલંબનમાં બંધાયેલું હતું એટલે દોડી શકતું ન હતું. (અંતર્મુખ
થઈ શકતું ન હતું). હવે જ્યાં ઇન્દ્રિયોનું બંધન તોડી નાંખ્યું ત્યાં
જ્ઞાન જોરદાર થઈ, છૂટું પડી, અતીન્દ્રિય થઈ અંતરસ્વરુપમાં
દોડયું, સ્વભાવમાં ઊતર્યું. અતીન્દ્રિય થયા વગર જ્ઞાન પોતાના
સ્વભાવ તરફ ચાલી શકતું ન હતું; હવે તો સ્વસંવેદનમાં એકદમ
અતીન્દ્રિય થઈ પોતે પોતાના સ્વભાવને પકડી લીધો. આવું આ
જ્ઞાન પોતાના અતીન્દ્રિયધામમાં પહોંચી ગયું.
જ્ઞાનનું સાચું ધામ તો અતીન્દ્રિય સ્વભાવ જ છે – કે જેમાં
એકલો આનંદ ભર્યો છે. જ્ઞાનને એમ થયું કે વાહ! અહો, જ્યાં
મારો આનંદ ભર્યો છે તેમાં હું પહોંચી ગયું એટલે આનંદમાં હું
મશગુલ થઈ ગયું. ત્યાં આ આનંદ, ને આ હું – એવો દ્વૈતનો
વિકલ્પ પણ જ્ઞાનમાં રહ્યો નહિ. ઉપયોગ નિર્વિકલ્પ થઈને આનંદમાં
તન્મય થઈ ગયો. – આવી અનુભૂતિ કેટલી ઊંડી
! ઘણી ઊંડી!!
અને જાણે કેટલાય – કેટલાય કાળ સુધી એ અનુભૂતિ રહી હોય
– એમ અલ્પ સમયની અનુભૂતિમાં પણ અપાર ઊંડપને લીધે,
ઘણા – ઘણા લાંબા કાળની અનુભૂતિ હોય – જાણે અનંત કાળથી
અનુભૂતિમાં જ આત્મા બેઠો હોય
! એટલો ઊંડો ભાવ અંદર
વેદાતો હતો. ‘હમ તો કબહું ન નિજઘર આયે’ એ વાત હવે આ
આત્માને માટે ન રહી. હવે તો આ આત્મારામ પોતાના આનંદમય