Samyak Darshan Part 7 8 (Gujarati). Pad 15.

< Previous Page   Next Page >


Page 146 of 237
PDF/HTML Page 159 of 250

 

background image
૧૪૬ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
નિજઘરમાં આવ્યા.....એણે પોતાનું નિજઘર જોયું.....અને એ
નિજઘર છોડીને સંસારરુપી પર ઘરમાં આ આત્મા હવે કદી નહીં
જાય.
આનંદમય નિજ આત્મા, જિસકી અનુભૂતિસે ભવકા અંત
આ જાય ઔર મોક્ષકા દરવાજા ખુલ જાય – ઐસી અનુભૂતિ
કરનેકી યહ બાત હૈ. ઐસી અનુભૂતિ કરનેસે આત્માકો મહાન
આનંદ હોતા હૈ; આત્માકા કલ્યાણ.....આત્માકી શાંતિ.....આત્માકી
ઐસી અનુભૂતિમેં હી હૈ. ।।૧૪।।
(૧૫)
સહજે ઉલ્લસ્યા ભાવો આતમ દેવના,
નીરખવા પોતે પોતાનું રુપ જો;
અદ્ભુત મહિમા આવ્યો જ્યારે લક્ષમાં,
કેમ રહે પછી ક્ષણ પણ એક્કે દૂર જો.....
અહો, અનુભૂતિ કરવા જ્યારે આ આત્મા બેઠો
હતો.....પહેલાં તો ઘણા કાળથી અનુભૂતિ માટે તલસતો હતો; પણ
છેલ્લે, એટલે કે અષાડ વદ ૭ ના દિવસે અનુભૂતિ કરવા માટે
જ્યારે આ આત્મા બેઠો હતો.....ત્યારે ચૈતન્યતત્ત્વનો વિચાર કરતાં,
પરભાવોથી ભિન્ન જ્ઞાનીની જ્ઞાનચેતનાનું લક્ષ કરતાં સહજપણે
આત્મદેવના ભાવો પોતાના ચૈતન્યસ્વભાવ તરફ ઉલ્લસ્યા; –
એવા ઉલ્લસ્યા.....એ ઉલ્લાસથી એવી મજા આવી – એવી શાંતિ
આવી.....કે ઝડપથી એવી શાંતિસ્વરુપ પોતાનું રુપ જોવા માટે
પરિણામ એકદમ સ્થિર – શાંત થઈને અંદરમાં ઊંડે ઊંડે જવા
લાગ્યા.