અદ્ભુત અંતરમાં લક્ષગત થવા લાગ્યો. અહો, જ્યાં ચૈતન્યનો
આવો મહિમા લક્ષમાં આવી જાય, – પછી મુમુક્ષુજીવ એક ક્ષણ
પણ એનાથી દૂર કેમ રહે
પરિણામની અંદર જ ત્રણ પ્રકારનાં કરણ થઈ ગયા.....હવે એ
વખતે ઉપયોગ તો અંદરમાં જ જતો હતો, એટલે ‘આ ત્રણ કરણ
થયા’ એવું કંઈ ભેદનું લક્ષ હોય નહીં; પણ પછી ખ્યાલ આવી ગયો
કે આ સ્થિતિમાં જ્યારે ચૈતન્ય તરફ ઉપયોગ જતો હતો એ
વખતના કોઈ કાળમાં એ ત્રણ કરણ સમાઈ ગયા હતા. એ
પરિણામમાં ચૈતન્યરસની કોઈ પરમ સૂક્ષ્મતા હતી; એ
ચૈતન્યરસની અંદર જ ત્રણ કરણ હતા, – એટલે સમ્યક્ત્વના ત્રણ
કરણ એ કોઈ રાગરુપ નથી પણ ચૈતન્યને રાગથી ભિન્ન પકડવાની
ક્રિયા – એવી ક્રિયા કરવાનું નામ જ ત્રણ કરણ છે. – એવો ભાવ
અંતરમાં સ્પષ્ટ દેખાય છે.
ક્ષણ પણ એનાથી દૂર કેમ રહે
ગયો, અપૂર્વ સ્વાનુભૂતિ થઈ ગઈ; કોઈ પરમ આનંદ, મહાન
શાંતિ, સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, મોક્ષમાર્ગ – બધુંય એક જ ક્ષણમાં
અંદરમાં આવી ગયું.