Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 148 of 237
PDF/HTML Page 161 of 250

 

background image
૧૪૮ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
લક્ષમાં આવી જાય તો ઉપયોગ તેમાં અંતર્મુખ થઈને, તન્મય થઈને
અનુભૂતિ કર્યા વગર રહે જ નહીં. એટલે અનુભૂતિ માટેનો એક જ
ઉપાય કે ચૈતન્યતત્ત્વની મહાનતા, એની ગંભીરતા, એનો
ચૈતન્યસ્વાદ, એનું રાગથી ભિન્નપણું, એનું જેવું સ્વરુપ છે તેવું
બરાબર લક્ષમાં લેવું. એ લક્ષમાં આવે એટલે એની અનુભૂતિ પણ
થાય જ.
જેમ તરસ્યો માણસ ઠંડા સરોવરના કિનારે આવીને ઊભો
હોય, એને કોઈ બતાવે કે જો, ભાઈ! આ રહ્યું ઠંડુ પાણી! તને
તરસ લાગી હો તો તું પી લે! આમ ઠંડું પાણી નજર સામે જોવા
મળે પછી પીતાં શી વાર! એમ શાંત ચૈતન્યરસથી ભરેલ
આત્મતત્ત્વ.....જ્યાં લક્ષમાં આવ્યું કે અહો! આ મારું તત્ત્વ
શાંતિથી ભરેલું કોઈ અગાધ ઊંડું છે! – ત્યાં શાંતિનો અભિલાષી
મુમુક્ષુ, તેને એનો અનુભવ કરતાં પછી શી વાર! તત્ક્ષણે જ એનો
ઉપયોગ અંતરમાં જાય, અને એને અનુભૂતિ થાય.
– એટલી ઝડપથી એ અનુભૂતિ થઈ ગઈ – કલ્પના પણ
ન હતી કે ઉપયોગ આટલી બધી ઝડપથી અંદર ચાલ્યો જશે! –
કેમકે પહેલાં જ્યારે વિચારદશા હતી ત્યારે ઉપયોગ હજી આટલો
અતીન્દ્રિય થયેલો ન હતો, એટલે એમાં ઉપયોગની અગાધ તાકાત
એ વખતે ન હતી; પણ પછી જ્યાં અનુભૂતિ માટે ઊંડો ઊતર્યો ત્યાં
ઉપયોગની તાકાત એટલી બધી વધી ગઈ કે એકદમ, કલ્પનામાં
પણ ન આવે એટલી બધી ઝડપથી, એટલી બધી પુરુષાર્થની
તાકાતથી, એટલા બધા ઊંડાણથી અંદર આત્મામાં એકાગ્ર –
તન્મય થઈ ગયો કે બસ
! તે અનુભૂતિ તત્ક્ષણે જ થઈ ગઈ. ।।૧૫।।