Samyak Darshan Part 7 8 (Gujarati). Pad 17.

< Previous Page   Next Page >


Page 150 of 237
PDF/HTML Page 163 of 250

 

background image
૧૫૦ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
પહેલાં આવો આત્માનો અનુભવ કરવા માટેની ઘણી ઊંડી
મુમુક્ષુતા જાગવી જોઈએ. મુમુક્ષુ થઈને આત્માનો અભ્યાસ કરે
અને ચૈતન્યરસનું ઘોલન કરે, એ ઘોલન કરતાં – કરતાં એનો
અનુભવ થાય છે, – એ જ એનો ઉપાય છે : –
(૧૭)
મુમુક્ષુતા જ્યાં જાગી સાચી આત્મની,
પરમ ઘોલન જ્ઞાન જ રસ ઘૂંટાય જો.
જ્ઞાન – જ્ઞાન બસ જ્ઞાન – જ્ઞાન હું એક છું,
અનંત ભાવો જ્ઞાનમહીં ઘોળાય જો.....
અહો, જ્યાં આત્માની સાચી મુમુક્ષુતા જાગી ત્યાં એને પોતાને
જે ભાવમાં શાંતિનું વેદન થાય – એવા ભાવનું જ ઘોલન વારંવાર
અંદર ચાલતું હોય છે. રાગનો રસ – કે જેમાં અશાંતિ છે એ
રાગનો રસ ઘૂંટવામાં એને મજા આવતી નથી, એમાં એનો ઉપયોગ
સંતોષ પામતો નથી, એટલે એનાથી ઉપયોગ ઊંચો ને ઊંચો રહે
છે; જેમ મન અમુક કામમાંથી ઊંચું થઈ જાય પછી એ કામમાં ચોંટે
નહિ, એમ એનો ઉપયોગ રાગાદિ અશાંતિમાંથી – પર ભાવોમાંથી
ઊઠી ગયો, પછી હવે એનું ઘોલન એને રહેતું નથી. એના
ઉપયોગના ઘોલનમાં, એની મુમુક્ષુતાના ઘોલનમાં એક પોતાનું
આત્મતત્ત્વ – કે જેમાં મારી શાંતિ ભરી છે – જેમાં મને સુખ લાગે
છે – એ જ મારું તત્ત્વ – તેને હું કેમ અનુભવું, ઈ તત્ત્વ કેવું છે
!
એમ વારંવાર ફરી – ફરીને એક જ ઘોલન, દિનરાત તન્મયતાથી,
લગનતાથી, ઉદાસીનતાથી, વૈરાગ્યથી, ઉત્સાહથી, પરમ પરમ
આદરભાવથી પોતાના ચૈતન્યરસનું ઘોલન, એનું શ્રવણ કરતાં કોઈ
મહાન મજા આવે, જ્ઞાની પાસેથી એનું વર્ણન સાંભળતાં આત્મા
એની પ્રાપ્તિ માટે ઉલ્લસી જાય. અંતરના વિચારમાં પણ વારંવાર