Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 151 of 237
PDF/HTML Page 164 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૧૫૧
જાણે હમણાં એ રસ ચાખી લઉં એમ લગન લાગે, એમ દિવસ
રાત, મહિનાઓ સુધી કે વર્ષો સુધી પણ ઘૂંટીઘૂંટીને એવું પાકું કરે
કે અંતે એની અનુભૂતિ થાય જ.
મુમુક્ષુ જીવ આત્માના ઘોલનમાં પાછો હઠે નહિ, એમાં થાકે
નહિ, કેમકે એમાં જ એને મજા આવે છે. ક્યાંય પણ શાંતિ જોઈતી
હોય, ક્યાંય પણ સુખ દેખાતું હોય તો એને પોતાના આત્માના
ઘોલનમાં દેખાય છે; બીજે ક્યાંય શાંતિનો કોઈ અંશ, શાંતિની કોઈ
ગંધ એને દેખાતી નથી, એટલે એનું ઘોલન એના ઉપયોગમાં કેમ
ટકે
? એને તો સૂતાં – જાગતાં દિવસે – રાતે એક જ ધૂન – એક
જ ઘોલન કે અહા! મારું આ ચૈતન્ય તત્ત્વ! જૈનધર્મમાં આવીને મને
સાંભળવા મળ્યું; એને પ્રાપ્ત કરવાની મને અભિલાષા જાગી,
સંતોએ મારા ઉપર કૃપા કરી કરીને મને વારંવાર એ સમજાવ્યું,
વારંવાર મને એનો અનુભવ કરવાનું કહ્યું; હવે મને એ બહુ જ
ગમ્યું, બહુ જ એમાં મજા આવી; બસ, તો હવે હું એનો અનુભવ
કરું – કરું....એમ ખૂબ જ ઘોલન ચાલતું હતું, વર્ષોથી
ચાલતું.....છેલ્લા કાળમાં તો ખૂબ જ, અતિશય ઘોલન ચાલતું;
ગિરનારતીર્થની યાત્રા વખતે, બીજા અનેક તત્ત્વના પ્રસંગોમાં, અનેક
વૈરાગ્યના પ્રસંગોમાં, સંસારના પ્રસંગોમાં, ચૈતન્યની સાધનાના
પ્રસંગોમાં, એમ સર્વ પ્રસંગોમાં ચૈતન્યરસની પુષ્ટિ કરતાં – કરતાં,
એવી પુષ્ટિની પરાકાષ્ટા થઈ કે એક ક્ષણે ચૈતન્યરસનો સ્વાદ,
સીધેસીધો સ્વાદ મેં ચાખ્યો.
– કેમકે જ્યાં મુમુક્ષુતા જાગે ત્યાં એના ભાવમાં એમ જ
આવે કે બસ, હું તો એક જ્ઞાન.....જ્ઞાન.....જ્ઞાન! એમ જ્ઞાનનું જ
ઘોલન! મારા જ્ઞાનમાં બીજું શું ભળી ગયું કે જેથી મને જ્ઞાનનો
સ્વાદ નથી આવતો? એમ બીજા ભાવોને શોધી શોધીને જ્ઞાનમાંથી
બહાર કાઢતો જાય, ને જ્ઞાનને જ્ઞાનરુપે કરતો જાય. એમ એક