આનંદમય ને ધીર વીર ઉદાર જો.
જ્ઞાનમાં નહીં – દુઃખ અશાંતિ સંભવે,
જ્ઞાન તો છે સ્વયં આતમ દેવ જો.....
જે જ્ઞાન પોતાના અગાધ ચૈતન્યમહિમાને પકડતું, એની શાંતિને
વેદતું એમાં તન્મય થયું, – એ જ્ઞાન, એની ધીરતાની શી વાત
પરભાવોથી ભિન્ન પોતે પોતાની ચેતનારુપે પરિણમીને મોક્ષને
સાધવું – એવી જે વીરતા, – મહાવીર ભગવાન જેવું વીરપણું એ
જ્ઞાનમાં પ્રગટયુ છે; અને તે જ્ઞાન ઉદાર છે, એટલું મોટું અને
મહાન છે કે જે સિદ્ધ ભગવાન જેવો પોતાનો અપાર ચૈતન્યસ્વભાવ,
અનંત ગુણગંભીર ચૈતન્યસ્વભાવ એ આખાય સ્વભાવને એક સાથે
પોતે પોતાના જ્ઞાનમાં સ્વીકારી લ્યે છે, અને એના સિવાયના સમસ્ત
પરભાવો, સમસ્ત પર પદાર્થો, આખા જગતની બાહ્યવિભૂતિ, એને
પોતાથી બહાર પરદ્રવ્યપણે જાણીને એકદમ એનું મમત્વ છોડી દે
છે. આવું પરમ ભેદજ્ઞાન સ્વાનુભૂતિ વખતે થઈ જાય છે; અને ત્યાર
પછી સદાકાળ એવું જ આત્મિક જીવન વર્ત્યા કરે છે. અહો, એ
જીવનની શી વાત! એમાં જે અપૂર્વ શાંતિ છે એની શી વાત! જેમાં
ભાવની શાંતિમાં કદી અશાંતિ આવતી નથી; એટલી શાંતિ તો એને
સર્વ પ્રસંગે, કોઈ પણ ઉપયોગ વખતે, કોઈ રાગદ્વેષના પરિણામ