૧૫૪ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
વખતે, ક્રોધાદિ ભાવ વખતે, શુભાશુભભાવ વખતે પણ વર્ત્યા જ
કરે છે.
– આવા શાંતિસ્વરુપ આત્મદેવને અહો! મેં મારી
સ્વાનુભૂતિમાં સ્વયં સાક્ષાત દેખ્યા.....એની અદ્ભુતતાની શી વાત!
જે આત્મતત્ત્વ માત્ર અતીન્દ્રિયજ્ઞાનથી જ પકડાઈ શકે, અને
પંચપરમેષ્ઠીની પંક્તિમાં જે બેસી શકે, – એવી જેની દશા થઈ
ગઈ તે અનુભૂતિસ્વરુપ આત્માની શી વાત!! ।।૧૯।।
સ્વાનુભૂતિનો જય હો.
સ્વાનુભૂતિસ્વરુપ આત્મદેવનો જય હો.
(૨૦) – (૨૧)
અદ્ભુત – અદ્ભુત – અદ્ભુત વૈભવ જ્ઞાનમાં,
અનંત ખોલ્યા સ્વાનુભૂતિના દ્વાર જો;
ચેતનજાતિ સાચી આત્માની જાત છે,
કેવળીમાં ને મુજમાં કો નહીં ફેર જો.....
કેવળજ્ઞાન છે ચેતન કેરી જાતનું,
મુજ મતિ છે ચેતન કેરી જાત જો;
બંને જાત સજાત, રાગ કજાત છે,
જાતિભેદનું સાચું છે આ જ્ઞાન જો.....
અહો, અદ્ભુત – અદ્ભુત છે આત્માનો વૈભવ! એ જ્ઞાનમાં
ખીલી ગયો. સ્વાનુભૂતિ વડે, સ્વાનુભૂતિના દરવાજા દ્વારા અનંત
ચૈતન્યવૈભવમાં આત્મા દાખલ થઈ ગયો; પોતાના નિજનિધાન,
પોતાનો અપાર નિજવૈભવ, જેની અદ્ભુતતા સંતો પણ વખાણે છે,