Samyak Darshan Part 7 8 (Gujarati). Pad 22.

< Previous Page   Next Page >


Page 155 of 237
PDF/HTML Page 168 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૧૫૫
જેની અદ્ભુતતા – અચિંત્યતાનો કોઈ પાર નથી – એની અનુભૂતિ
થઈ. તે આત્મિક અનુભૂતિમાં જે જ્ઞાન થયું, – ભલે મારું જ્ઞાન
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન છે તોપણ, તે જ્ઞાન કેવળી ભગવાનની
જાતિનું જ છે; ચેતનભાવ તરીકે, રાગથી ભિન્ન અતીન્દ્રિય
આનંદભાવ તરીકે મારું જ્ઞાન અને કેવળી ભગવાનનું જ્ઞાન એક જ
જાત છે, એ જ આત્માની સાચી જાત છે. એ જાત અપેક્ષાએ કેવળી
ભગવાનમાં ને મારામાં કાંઈ પણ ફેર નથી – નથી.
કેવળજ્ઞાન અને મતિ શ્રુતજ્ઞાન એ રાગથી જુદા પડેલા છે; એ
બંને એક – સજાતિ છે, અને રાગ એ બંનેથી વિરુદ્ધ કજાત છે.
એટલે જેમ કેવળજ્ઞાનથી રાગ જુદો છે તેમ મારા સ્વસંવેદનમાં મતિ
– શ્રુતજ્ઞાનથી પણ રાગ જુદો જ છે; જ્ઞાન અને રાગના જાતિભેદનું
આવું અત્યંત સાચું જ્ઞાન એ સ્વાનુભૂતિમાં થયું છે. કેવળજ્ઞાનને
અને મારા મતિજ્ઞાનને જાતિભેદ નથી, પરંતુ મતિજ્ઞાનને અને
રાગને જાતિભેદ છે. આમ રાગ અને જ્ઞાનની અત્યંત ભિન્નતા, –
અત્યંત જુદાપણું, બંનેના સ્વાદનું એકબીજાને જરાપણ ન અડે એવું
જુદાપણું – એ સ્વસંવેદન વડે ખ્યાલમાં – જ્ઞાનમાં – અનુભૂતિમાં
આવે છે, અને ત્યારે પોતે પોતાના આત્માને કેવળજ્ઞાન જેવા જ
આનંદસ્વરુપે અનુભવે છે; અને ત્યારથી તે કેવળીભગવાનના
માર્ગમાં, કેવળી ભગવાનની નાતમાં દાખલ થઈ ગયો.....એટલે કે
જગતમાં જિનેશ્વરદેવનો લઘુનંદન થઈ ગયો. ।।૨૦ – ૨૧।।
(૨૨)
‘‘ચેતન – વેદન વેદ્યું અશરીર ભાવથી’’
(આ શરીરમાં બેઠો, છતાં અશરીરી થઈને પોતે પોતાને
વેદ્યો, એવું વેદન કોઈ અદ્ભુત હોય છે – )