જ્ઞાનધારા છે એ તો સિદ્ધસદ્રશ જો.....
દેહાતીત ને રાગાતીત એક ભાવમાં
ડોલી રહ્યા છે આ જ્ઞાતા – દ્રષ્ટા દેવ જો.....
અશરીરી ચૈતન્યવેદનમાં મહાલી રહ્યો છે. સિદ્ધ ભગવંતના
અશરીરી ભાવમાં, અને આ આત્માના સ્વસંવેદનરુપ
અશરીરીભાવમાં, કાંઈ ફેર નથી. અને આવું સ્વસંવેદન કરેલા
મુનિભગવંતો, અરિહંત ભગવંતો, કેવળી ભગવંતો – ભલે શરીર
– સંયોગની વચ્ચે રહ્યા હોય તોપણ – એમનો આત્મા અશરીરી
ભાવે મુમુક્ષુને નજરે દેખાય છે.....કે અહો
શાંતિ અશરીરી છે; એમને શરીર સાથે કે શરીર સંબંધી કોઈ
પદાર્થો સાથે આત્માની એ શાંતિનો સંબંધ જરાય નથી. એવી શરીર
અને રાગાદિ સાથે સંબંધ વગરની ચૈતન્યશાંતિ આત્માના
સ્વસંવેદનમાં થઈ ત્યારે અદ્ભુત જ્ઞાનધારા ખીલી, અને એ
જ્ઞાનધારાના બળે આ આત્મા પોતે પોતાને સિદ્ધસમાન જ
અનુભૂતિમાં આવ્યો. એ અનુભૂતિનો એક એકત્વભાવ છે તે ભાવ
દેહથી પાર અને રાગથી પણ પાર છે. જ્યાં દેહ અને રાગનો સંયોગ
કાઢી નાંખો, એનાથી છૂટા ચૈતન્યભાવપણે આત્માને દેખો, ત્યાં
આત્મા પોતાના એકત્વમાં જ દેખાય છે. એ વખતે ભલે એના
ચેતનમાં દ્રવ્ય-ગુણ-પર્યાય બધુંય છે પણ એના એકત્વમાં એ બધું
સમાઈ ગયું છે, અને જ્ઞાતાદ્રષ્ટા આત્મરામ ચૈતન્યભાવે પોતાના
એકત્વમાં ડોલી રહ્યા છે. ।।૨૨।।