Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 158 of 237
PDF/HTML Page 171 of 250

 

background image
૧૫૮ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
વિચારો દૂર થઈ જાય છે, એની પાસે સંસારના કોઈ ક્લેશ નજીક
પણ નથી આવી શકતા; એટલી બધી ભિન્નતા છે કે જ્યાં
ચૈતન્યભાવના હોય ત્યાં નજીકમાં કોઈ ક્લેશભાવો આવી શકતા
નથી. આવો જ ચૈતન્યનો કોઈ અલિપ્ત સ્વભાવ છે. આ સ્વભાવને
જ્યાં સ્વસંવેદનમાં લીધો ત્યાં, ભવભ્રમણના અનાદિના જે દુઃખો
હતા તેના વેદનથી આત્મા છૂટી ગયો. – જેનાથી કદી છૂટો નહોતો
પડયો, એનાથી એવો છૂટો પડયો ને એવું મોક્ષનું સુખ સ્વાદમાં
આવ્યું કે વાહ, આ સુખ
! અને અત્યારે આ પહેલી જ વખત આ
ભવમાં થયું. અનંત – અનંત ભવના અવતારમાં આવુ સુખ કદી
પણ ચાખેલું નહીં, તે આજે જ્યારે સ્વાનુભૂતિ થઈ ત્યારે પહેલી જ
વખત મને વેદનમાં – અનુભવમાં આવ્યું. એ વેદનમાં આવતાં
મોક્ષના ડંકા વાગ્યા. મોક્ષના ભણકારા આવ્યા. અરે, મોક્ષ થશે કે
નહિ – એ પ્રશ્ન જ હવે રહેતો નથી. મોક્ષ થવા જ
માંડયો.....મોક્ષની નજીક હું આવી જ ગયો. હવે તો ડંકા – નિશાન
વાગવા માંડયા.....હવે એ દૂર કહી શકાય નહિ, હવે તો આવી જ
ગયા કહેવાય.
આવી સ્વસંવેદનની અદ્ભુત અલૌકિક દશા છે.
(અત્યારે કુદરતે ડંકા ને વાજાં વાગતા સંભળાયા.)
‘અહો, સ્વાનુભૂતિનું આવું મજાનું વર્ણન! કેવી મજા આવે છે
તે સાંભળવામાં!!’ ‘અહાહા, બહુ જ મજા આવે છે.....આવી
સ્વાનુભૂતિની વાત સાંભળતાં કોને મજા ન આવે!! તમે તો સાક્ષાત્
અનુભવી રહ્યા છો.....ને અમનેય સાંભળતાં એમ થાય છે કે
અહાહા, અત્યારે જ આવો સ્વાનુભવ લઈ લઈએ
!’