છે. જગતના સંગથી એકદમ દૂર, ને એકદમ એકલો થઈ,
એકત્વમાં આવી પોતાના આત્માની અંદર જ્ઞાનમાં વેદનમાં ને
શાંતિમાં આવવું એ જ સાચી અનુભૂતિની રીત છે. સામાન્યપણે
દુનિયામાં પણ દેખાય છે કે જ્યારે ચૈતન્યના એકત્વની ભાવના
ભાવતા હોઈએ ત્યારે બીજા કોઈનો સંગ એમાં પાલવતો નથી, તો
અંતર્મુખ થઈને સાક્ષાત્ અનુભૂતિ કરવી તેમાં જગતમાં કોઈની
અપેક્ષા નહિ – પણ જગતથી એકદમ દૂર – દૂર થઈને એટલે કે
એકદમ આત્મામાં ઊંડો – ઊંડો ઊતરીને, એકલો થઈ એટલો બધો
ઊંડો ઊતરી જાઉં કે જેમાં પોતાના આત્મા સિવાય બીજું કોઈ આવી
જ ન શકે. આમ એકત્વમાં આવીને આત્માની અનુભૂતિ થાય છે.
અનુભૂતિથી, સર્વજ્ઞના દિવ્યધ્વનિથી, આગમથી, યુક્તિથી,
શ્રીગુરુના પ્રસાદથી મને જે શુદ્ધાત્માનું જ્ઞાન મળ્યું છે તે સમસ્ત
આત્મવૈભવથી – હું આ સમયસારમાં....‘શું દેખાડીશ
– તે એકત્વમાં પછી ભલે પોતાના અનંત ગુણ – પર્યાયો સમાયેલા
હોય, તે એકત્વમાં ભલે પોતાના અનંત ચૈતન્યસ્વભાવો ભરેલા
હોય, પણ બીજા કોઈનો સંગ નહિ, એટલે બીજા કોઈ ભાવનો
એમાં સ્પર્શ નહિ, – આવા એકત્વનું વેદન તે આ સમયસારનો
સાર છે, તે અમારો ઉપદેશ છે. અમે આચાર્ય થઈને શાસનના
જીવોને આજ્ઞા કરી હોય તો આ એક જ આજ્ઞા કરી છે કે
હે જૈનશાસનના જીવો્ર! તમે તમારા એકત્વ આત્માનો અનુભવ