Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 161 of 237
PDF/HTML Page 174 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૧૬૧
ગયા, એ ખરાબ ભેષ છૂટી ગયા, ને ચિદાનંદરાજા, જગતના
મહારાજા, પોતાના સર્વોત્કૃષ્ટ ચૈતન્યરાજાના સાચા વેષમાં પ્રગટ
થયા : મારો સાચો વેષ, મારું અસલી સ્વરુપ તો આ જ છે.
નાટકમાં એકવાર ભીખારીનો વેષ હતો પણ ખરેખર તો હું રાજા
છું, આ મારો સ્વાભાવિક વેષ છે; કોઈ બનાવટી, ઉપરથી પહેરેલો
આ વેષ નથી. – આમ પોતાની ચૈતન્યઅનુભૂતિ થતાં પોતાના
સાચા વેષનું – પોતાના સાચા સ્વરુપનું અંતરમાં જ્ઞાન થાય છે; ને
અંતરના સાચા વેષનું જ્ઞાન થયા પછી ઉપરના ખોટા ભીખારી જેવા
વેષને એ જીવ ફરીને કદી ધારણ કરતો નથી.
જ્યાં આત્મા પોતાના એકત્વમાં આવ્યો, ત્યાં એવું નથી કે
એકત્વમાં ન ગમે કે ઉદાસીનતા થાય. એકત્વમાં તો મહાન શાંતિ
છે, એકત્વમાં મહાન આનંદ છે, ને એકત્વમાં ચૈતન્યવૈભવનો
એટલો બધો અદ્ભુત ઢગલો દેખાય છે કે આત્મા આશ્ચર્ય પામી
જાય છે.....આશ્ચર્યથી પણ વધારે, એટલે કે આશ્ચર્યથી પણ પાર
એવી કોઈ અદ્ભુત ભૂમિકા એના અંતરમાં પ્રગટી જાય છે. એ
સ્વાનુભૂતિમાં જે આનંદ છે એ તો આશ્ચર્યથી પણ પાર છે, એટલે
કે ત્યાં આશ્ચર્ય કરવાપણું પણ રહેતું નથી. જેમ કેવળી ભગવાનને,
બારમાગુણસ્થાને વીતરાગતા થયા પછી કેવળજ્ઞાન થતાં જગતમાં
કદી નહિ જોયેલા એવા અનંતા પદાર્થો કેવળજ્ઞાનમાં દેખાય છે, પણ
ત્યાં આશ્ચર્યનો કોઈ અવકાશ નથી.....કે અહો, મેં આવું દેખ્યું
!
.....અહો, મને આવું કેવળજ્ઞાન થયું! એવા આશ્ચર્યનો કેવળીને
કોઈ અવકાશ જ નથી, કેમકે એમના કેવળજ્ઞાનની ભૂમિકા
આશ્ચર્યથી પણ કોઈ પાર.....પાર થઈ ગઈ છે. એવી જ
સ્વાનુભૂતિની ભૂમિકા – નિર્વકલ્પદશા, એમાંય આશ્ચર્યને કોઈ
અવકાશ નથી; આશ્ચર્યથી પણ પાર, આત્મા પોતે શાંતિના બરફમાં