Samyak Darshan Part 7 8 (Gujarati). Pad 25.

< Previous Page   Next Page >


Page 162 of 237
PDF/HTML Page 175 of 250

 

background image
૧૬૨ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
ઠરી જાય છે.....ત્યાં કોઈ વિકલ્પના ઉત્થાનનો અવકાશ નથી. આવી
અદ્ભુત દશા, આવો ચૈતન્યનો સ્વાભાવિક સાચો વેષ સ્વાનુભૂતિના
પ્રતાપથી થયો; એ સ્વાનુભૂતિ કુંદકુંદસ્વામી જેવા વીતરાગી સંતોના
પ્રતાપથી આ આત્મા પામ્યો. અહો સંતો
! અહો, કુંદકુંદસ્વામી
વગેરે વીતરાગી સંતો! તમને મારા આત્માના અસંખ્યપ્રદેશમાં
ભક્તિભીના ચિત્તથી હું નમસ્કાર કરું છું. ।।૨૪।।
સ્વાનુભૂતિ થતાં આખો આત્મા જ જાણે નવો થઈ જાય
છે.....એકદમ આખો આત્મા પલટી જાય છે; એના બધા ભાવો,
એની દશાઓ પલટી જાય છે. – શું થાય છે.....
?
(૨૫)
પરિવર્તન પામ્યો રે આત્મિક ભાવનું,
નુતન ધાર્યો આનંદમય અવતાર જો;
અહો જીવન સુખી બન્યું છે માહરું,
અતિશય તૃપ્તિ નિજરસમાં વેદાય જો.....
જ્યાં સ્વાનુભૂતિ થઈ ત્યાં શું થયું? કે આત્મા –
અજ્ઞાનમાંથી જ્ઞાની થયો;
ઉનામાંથી ઠંડો થયો;
આકુળતામાંથી નિરાકુળ થયો;
અશાંતિમાંથી શાંત થયો;
અનાત્મા હતો, આસ્રવ – બંધરુપ હતો, સંસારરુપ હતો, એને
બદલે હવે સંવર – નિર્જરારુપ થયો, મોક્ષભાવરુપ થવા લાગ્યો.