પરમેષ્ઠીનો મળ્યો સત્ય પ્રસાદ જો;
અનંત રહસ્યો ખુલ્યા આત્મસ્વરુપના,
પરમ ગંભીર ચૈતન્યરસ વેદાય જો.....
ભગવાન પાસે તો અતીન્દ્રિય આનંદ છે, એવો આનંદ તે
ભગવંતોના પ્રસાદથી આ આત્માને મળ્યો, એ જ પંચપરમેષ્ઠીનો
સાચો પ્રસાદ છે. આત્માની સ્વાનુભૂતિમાં તેનો સ્વાદ આવે છે અને
આત્મસ્વરુપના અનંતા રહસ્યો તેમાં ખુલી જાય છે. ‘આત્મા કેવો
હશે! એનું સુખ કેવું હશે! એની ગંભીરતા કેવી હશે! એનાં ગુણો
ચૈતન્યરસ પોતે પોતામાં એકલા – એકલા ઘૂંટાય છે. જેમ દરિયો
– એકલા અગાધ – અગાધ પાણીથી ભરેલો આખો દરિયો, એનું
પાણી પોતામાં ને પોતામાં હીલોળા માર્યા કરતું હોય; એમ
આત્માનો પરમ ગંભીર ચૈતન્યરસ, એ ચૈતન્યરસનો સમુદ્ર પોતે
પોતામાં ને પોતામાં હીલોળા માર્યા કરે છે. આવી અદ્ભુત
આરાધના સ્વાનુભૂતિમાં જાગી છે. ।।૨૬।।