સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૧૬૫
(૨૭)
સ્વાનુભૂતિ પ્રકાશી જ્યારે આત્મમાં,
સિદ્ધપદ જાણે આવી મળ્યું સાક્ષાત જો;
ચૈતન્યતેજ તો ખીલ્યું આત્મિક ભાવથી,
મોહતણું ત્યાં મળે ન નામનિશાન જો.
આત્મા જ્યાં સ્વાનુભૂતિથી ઝળક્યો ત્યાં જાણે સિદ્ધપદ
ખીલ્યું, ચૈતન્યતેજ પોતાના અનંત કિરણોથી ખીલી ઊઠયું. આત્મિક
ચમકાર જેમ વીજળી ઝબકે એમ ભેદજ્ઞાનથી ઝબકી ઊઠયો; ત્યાં
હવે અંધકાર – મોહનું નામનિશાન કેમ હોય? આવી અદ્ભુત
સ્વાનુભૂતિ આત્મામાં પ્રકાશે છે, ત્યારે મોક્ષના દરવાજા ખૂલે છે,
આત્મા આરાધક થાય છે.
– આ તો વર્ણન છે, – તો એ અનુભૂતિનો જે સાક્ષાત્
સ્વાદ....એની તો શી વાત કરવી? ‘‘વાહ!’’ ।।૨૭।।
(૨૮)
મગ્ન થયો હું નિજાનંદની ધૂનમાં,
દુનિયા સારી લાગે છે અતિ દૂર જો;
ચિત્ત ચોંટયું છે એક જ ચૈતન્યધામમાં,
બીજું તો સૌ લાગે અપરિચિત જો.
આ સ્વાનુભૂતિની ભાવના ભાવીએ છીએ તો દુનિયા કેટલી
આઘી – આઘી લાગે છે! ‘‘આહાહા, જે સાંભળતાં આવું અદ્ભુત
લાગે છે તો સાક્ષાત્ અનુભવની શી વાત!!’ આત્મામાં ઊતરે તો,
દુનિયા ભલે છે નજીક ક્ષેત્રથી, પણ પોતાથી તો જાણે ક્યાંય દૂર દૂર
ચાલી ગઈ હોય, અથવા દુનિયાથી પોતે ક્યાંય અગોચર ધામમાં