Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 166 of 237
PDF/HTML Page 179 of 250

 

background image
૧૬૬ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
દૂર દૂર ચાલ્યો ગયો હોય.....કે જ્યાં ન તો પોતાને દુનિયા દેખાય,
કે ન દુનિયા પોતાને દેખે.
ગુપ્ત સ્થાનમાં (એકાંત ભાવમાં) બેઠો બેઠો ચૈતન્યની ધૂનમાં
ચડી જાય તો આની ચૈતન્યધૂનમાં શું ચાલી રહ્યું છે એને દુનિયા
ક્યાં દેખે છે
? દુનિયા આને દેખતી નથી, કેમકે આ તો દુનિયાથી
દૂર પોતાના અંદરની ગુફામાં ક્યાંક ચાલ્યો ગયો છે; ને પોતે
પોતાના ચૈતન્યની ધૂનમાં હોય ત્યારે દુનિયામાં શું બની રહ્યું છે, –
કે દુનિયા કેમ ચાલે છે – એનું પોતાને ક્યાં લક્ષ છે
? – દુનિયા
તો ક્યાંય દૂર દૂર છે એટલે કે દેખાતી જ નથી.
– આમ આત્માના એકત્વમાં આવીને પોતે પોતાના
આનંદની ધૂનમાં મગ્ન થાય ત્યાં અંદર શાંતિ આવવા માંડે, આનંદ
આવવા માંડે, આત્માની ધૂન વધતી જાય. એ વધતાં – વધતાં
ચૈતન્યતત્ત્વ એકદમ પરિચિત થઈ જાય કે અહો, આ ચૈતન્યતત્ત્વ તો
મારું જાણીતું છે, આ ચૈતન્યની સાથે તો હું સદાકાળ રહું જ છું, આ
તો સદાય મારી સાથે જ છે; આમ આત્મતત્ત્વ એને પરિચિત થઈ
જાય છે. અને દુનિયા એટલી બધી અપરિચિત થઈ જાય છે કે એની
સાથે જાણે મારે કાંઈ સંબંધ જ નથી; આ દુનિયા કોણ છે, શું છે,
– એનો મને જાણે કાંઈ પરિચય જ નથી; એ દુનિયાથી મારે કોઈ
પરિચય, કોઈ રાગ – દ્વેષનો સંબંધ, એની સાથે કાંઈ લેવું દેવું –
એવું કાંઈ છે જ નહીં, એનાથી સર્વથા ભિન્ન એવું મારું ચૈતન્યધામ
– તેમાં જ મારું ચિત્ત ચોંટી ગયું છે. – આમ દુનિયાથી એકદમ
દૂર, અને પોતાના આત્માની ધૂનમાં મસ્ત; બીજી રીતે કહીએ તો
દુનિયાથી દૂર એટલે ‘વિભક્ત’, અને આત્માની ધૂનમાં મસ્ત એટલે
‘એકત્વ’, – આવા એકત્વવિભક્ત આત્માને આ રીતે સ્વાનુભૂતિમાં
સાધતાં મહાન આનંદ થાય છે. ।।૨૮।।