૪૭ પદમાં ગૂંથ્યા છે; તેની આ સ્વાધ્યાય અને આ અર્થો દ્વારા
મહાવીર ભગવાનના ઉપકારની પ્રસિદ્ધિ ચાલે છે, તેમાં હવે ૨૯ મું
પદ છે. –
આંખ ખોલી ત્યાં દીઠું જગ અતિ ભિન્ન જો;
વૈરાગ વૈરાગ છાયા છવાઈ ઘેરલી,
ચિત્ત ચોંટે નહી ચેતનથી કહીં બાહ્ય જો...
દેખ્યું, એ અતીન્દ્રિયચક્ષુથી આત્માને દેખતી વખતે આ જગતના
અસ્તિત્વ ઉપર કોઈ લક્ષ ન હતું. જ્યારે સ્વાનુભૂતિ પૂરી થઈ,
સ્વાનુભૂતિની ધૂનમાં અમુક ટાઈમ રહ્યા પછી જ્યારે વિચારમાં
આવ્યો અને જોયું કે અહો, આ શી અદ્ભુતતા છે
અને પહેલીવાર આંખ ખોલીને બહાર નજર ગઈ ત્યારે એમ લાગ્યું
કે અરે, આ જગત મારાથી કેટલું દૂર છે
ઘણું દૂરપણું હોય, એકબીજા સાથે કાંઈ સંબંધ ન હોય, એવા
ભિન્નપણે આ જગતના બાહ્ય તત્ત્વોને પણ મેં પહેલી જ વાર દેખ્યા.
પૂર્વે બાહ્ય તત્ત્વોને દેખતો’તો, પરંતુ ચૈતન્યની સ્વસત્તાથી ભિન્નપણે