Samyak Darshan Part 7 8 (Gujarati). Pad 30.

< Previous Page   Next Page >


Page 172 of 237
PDF/HTML Page 185 of 250

 

background image
૧૭૨ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
(૩૦)
પ્રભો! ચૈતન્યની જે અનુભૂતિ થઈ, જે સ્વાનુભૂતિનો
અતીન્દ્રિય પ્રકાશ થયો, તેમાં આનંદ – આનંદની અદ્ભુતતાની શી
વાત
! –
થયું થયું શું અદ્ભુત આ મુજ અંતરે !
ઘટના કોઈ અદ્ભુત અચિંત્ય અપૂર્વ જો;
વચનાતીત શાંતિમાં તરબોળ હું થયો,
આનંદ – આનંદ – આનંદની શી વાત જો.....
અનુભૂતિની પહેલાં, થોડીવાર પહેલાં પણ, જેની કલ્પના ન
હતી એવો અદ્ભુત આનંદ સ્વાનુભૂતિમાં થયો; અહો, સ્વાનુભૂતિ
વખતે તો કોઈ આશ્ચર્યભાવ ન હતો; પરંતુ સ્વાનુભૂતિના કાળ પછી,
– પછી પણ અમુક ટાઈમ તો એની ધૂનમાં રહ્યા, ત્યારપછી, –
અદ્ભુતતાનો વિચાર આવ્યો કે અહા, આ શું અદ્ભુતતા થઈ
! આ
સ્વાનુભૂતિની અદ્ભુતતા મારા અંતરમાં જાગી, એમાં તો અચિંત્ય
અપૂર્વ ભાવો થઈ ગયા. પરમ ગંભીર અનુભૂતિનું વર્ણન તો શું
કરીએ
? કોઈ એક અદ્ભુત અચિંત્ય અપૂર્વ ઘટના બની ગઈ. જેને
માટે આ જીવનમાં વરસોથી જીવ ઝંખતો હતો, જે અનુભૂતિની
ભાવનાથી પરમ ભક્તિ – બહુમાનપૂર્વક સંતોની સેવા કરતો હતો,
એ સંતોની સેવાના ફળરુપે, એ સ્વાનુભૂતિની ઝંખનાની પૂર્ણતારુપે
અંતરમાં જે સ્વાનુભૂતિ થઈ અને એમાં જે અદ્ભુત આનંદ આવ્યો,
– અહા
! એની શી વાત
! એનું સ્મરણ કરતાં, એનું નામ લેતાં, એ
ભાવને તાજો કરતાં, અત્યારે પણ પરમ શાંતરસમાં આત્મા તરબોળ
બની રહ્યો છે.....વચનાતીત એવા શાંતભાવમાં રસબોળ આત્મા
થયો. આત્મા પોતાના ચૈતન્યરસમાં એવો મગ્ન થયો કે એમાં બસ,
આનંદ – આનંદ ને આનંદ જ હતો. અહો, એ આનંદ – આનંદની