૧૭૪ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
(૩૨)
સિદ્ધપ્રભુજી સુખને જે વેદી રહ્યા,
અરિહંતો ને સંતોનું પણ ઇષ્ટ જો;
સાધકજ્ઞાની સરવે જે સુખિયા અહો,
સર્વેની થઈ સાચે સાચી પીછાન જો.....
પહેલાં તત્ત્વજિજ્ઞાસાના કાળમાં એનું બહુ જ આશ્ચર્ય
થતું.....એ જાણવાનું કુતૂહલ થતું કે અહા, સિદ્ધ ભગવાનનું સુખ
કેવું હશે! અરિહંત ભગવાનનું સુખ કેવું હશે! સમકિતી ધર્માત્માઓ
– સંતો – મુનિઓ એમનું આત્માનું સુખ કેવું હશે! – એમ
અંદરમાં પરમ આકાંક્ષા થતી હતી. હવે સ્વાનુભૂતિમાં એવું જ સુખ,
પોતાના આત્મામાંથી પ્રગટેલું સુખ અનુભવમાં આવ્યું. આહા! હવે
ખબર પડી કે સિદ્ધભગવાન પણ આવું જ સુખ વેદે છે; અરિહંતોનું
સુખ એ પણ આવું જ છે. સાધક જ્ઞાનીઓ – સંતો – મુનિઓ એ
બધાય આવા જ સુખને વેદી રહ્યા છે. એ સર્વે જે સુખને વેદી રહ્યા
છે તે સુખ કેવું છે તેની હવે સાચી ઓળખાણ થઈ.
‘‘સુખધામ અનંત સુસંત ચહી, દિનરાત્રિ રહે તદ્ધ્યાનમહીં.....’’
અહો, જે સુખને સંતો પણ ઇચ્છે, અને સંતો પણ દિવસ-રાત
જેના ધ્યાનમાં રહે – એ સુખ તો કેવું અદ્ભુત! એનું વેદન હું કેમ
કરું!! એમ બહુજ જિજ્ઞાસુતા પહેલાં રહેતી હતી. અહો, એ
પ્રશાંત.....અનંત.....અમૃતસ્વાદથી ભરેલું સુખ કેવું હશે!
‘‘પ્રશાંત અનંત સુધામય જે, પ્રણમું પદ તે વરતે જય તે.’’
એ સુખનો મહિમા કરી – કરીને પહેલાં તો જિજ્ઞાસુભાવે હું
તેને પ્રણામ કરતો હતો, તેની ભાવના કરતો હતો; પરંતુ હવે,
સ્વાનુભૂતિ થતાં, એવા સુખને હું પણ વેદું છું.....એવા સુખના