સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૧૭૫
વેદનપૂર્વક, અહો વીતરાગી સંતો! તમને હું નમસ્કાર કરું છું.
પહેલાં એની વેદનની ભાવનાથી નમસ્કાર કરતો હતો, હવે
એવા વેદનસહિત હું આપને નમસ્કાર કરું છું. અહો, ધન્ય આ
ચૈતન્ય – સુખ! ચૈતન્યનું આવું અપૂર્વ સુખ, જેની ઝંખના, જેની
ભાવના મને દિનરાત હતી, એ સુખ હે સંતો! હે ભગવંતો! હું
આપના પ્રતાપે હવે પામ્યો. – ભલે થોડુંક, પણ એવું ચૈતન્યનું
અતીન્દ્રિય સુખ મને મારા સ્વસંવેદનમાં આવ્યું; તેથી આપના પૂર્ણ
સુખની પણ હવે મને સાચી પ્રતીત થઈ. આપ જે સુખમાં લીન છો,
સાદિઅનંતકાળ આપ જે સુખને વેદી રહ્યા છો, તે સુખનું હવે મને
ભાન થયું, તેની ઓળખાણ થઈ, તેનો સ્વાદ ચાખ્યો, અને હવે તે
પૂર્ણ સુખની પ્રાપ્તિ તરફ હું આવી રહ્યો છું. અહા, દુઃખથી છૂટયો;
કેવું ભયંકર દુઃખ! અને એની સામે આ કેવું મજાનું અતીન્દ્રિય
પરમ ચૈતન્યસુખ! ।।૩૨।।
આવી સ્વાનુભૂતિ થતાં આખો આત્મા જાણે નવો બની જતો
હોય! એમ અપૂર્વ પરિવર્તન થઈ જાય છે –
(૩૩)
ઉથલ – પાથલ આત્મ – અસંખ્ય પ્રદેશમાં,
આનંદનો જાણે મોટો ધરતીકંપ જો;
ચૈતન્ય – પાતાળ ઊંડેથી ઉલ્લસી રહ્યું,
મોહપર્વતના ફૂરચા ઊડયા દૂર જો.....
જાગી રે જાગી સ્વાનુભૂતિ મુજ આત્મમાં.....
અહો, ચૈત્રસુદ ૧૩ નો આજે મંગલ દિવસ છે : ભગવાન
મહાવીર આ ભરતક્ષેત્રમાં જગતના જીવોનું કલ્યાણ કરવા અને