Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 176 of 237
PDF/HTML Page 189 of 250

 

background image
૧૭૬ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
પોતાનું સર્વજ્ઞપદ સાધવા માટે અવતરી ચુક્યા છે.....ધન્ય મંગલ
અવસર છે. જગતમાં ઉત્કૃષ્ટ મંગળ એવા આ જન્મકલ્યાણકનો
કાળ, અને એની સાથે મારી મંગળ સ્વાનુભૂતિ, – અહો પ્રભો
!
આપનું કલ્યાણક એ મારા પણ કલ્યાણનું કારણ થયું છે.
સ્વાનુભૂતિ થતાં આત્માના અસંખ્ય પ્રદેશોમાં કોઈ મહાન
મંગળ ધરતીકંપ થાય – એમ આનંદનો મોટો ધોધ ઊછળે છે,
આનંદનો મોટો ખળભળાટ થાય છે. અહો, એ અનુભૂતિ વખતે
આખા આત્માનું ચૈતન્ય – પાતાળ ઊંડીઊંડી શાંતિથી ઉલ્લસતું હતું;
મોહનો પર્વત ક્યાંય દેખાતો ન હતો, એના તો ફૂરચેફૂરચા ઊડીને
ક્યાંય ને ક્યાંય દૂર ઊડી ગયા હતા; અને આખો ચૈતન્ય પર્વત,
અસંખ્ય પ્રદેશોમાં ઉલ્લસતો આત્મા, પોતાના આનંદના ધરતીકંપમાં
વર્તતો હતો.
જેમ ભગવાન તીર્થંકરનો જન્મકલ્યાણક થતાં આખી પૃથ્વીમાં
આનંદનો ધરતીકંપ થઈ જાય છે; એ ધરતીકંપથી ઇન્દ્રના ઇન્દ્રાસન
પણ ડોલી ઊઠે છે; – એવો આનંદનો ધરતીકંપ બહારમાં એક
પુણ્યપ્રતાપે પણ થાય છે. આજે એવા જન્મકલ્યાણકનો પ્રસંગ છે.
તેમ અહીં આત્મામાં પણ, ચૈતન્યમાં ચૈતન્યપ્રભુનો પોતાનો જન્મ
થયો, ચૈતન્યપ્રભુ પોતે પોતાની સ્વાનુભૂતિમાં અવતર્યા, અને એના
પ્રતાપે આનંદનો જે ધરતીકંપ થયો....અતીન્દ્રિય આનંદના
ઊછાળાથી ચૈતન્યની ધરતી ધ્રુજી ઊઠી, એ આનંદમય ધરતીકંપની
શી વાત
! એ આનંદના ખળભળાટની શી વાત!
જેમ જગતમાં ધરતીકંપ થાય એ છાનો રહેતો નથી, તેમ
ચૈતન્યમાં થયેલો આ સ્વાનુભૂતિનો ધરતીકંપ.....એકલા આનંદમય
ધરતીકંપ, એમાં દુઃખમાંથી સુખ થયું, કષાયોમાંથી શાંતિ થઈ,
અજ્ઞાનમાંથી જ્ઞાન થયું, મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વ થયું, આત્મા