Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 177 of 237
PDF/HTML Page 190 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૧૭૭
પરભાવોથી છૂટીને નિજસ્વભાવરુપ પરિણમવા માંડયો, બંધના –
દુઃખના માર્ગથી છૂટીને મોક્ષસુખ તરફ ચાલવા લાગ્યો; અહો, જે
ધરતીકંપમાં આવા સુંદર – મહાન – અનંતકાર્યો એક સાથે થાય
છે એવી સ્વાનુભૂતિની શી વાત
!
જ્યાં મોટા પર્વતો હોય તે ઊખડીને ત્યાં દરિયા બની જાય
એવું ધરતીકંપમાં બને છે; મોટામોટા પર્વતો હોય તે ફાટીને ત્યાં
મોટા ખાડા બની જાય, અને જ્યાં ઊંડાઊંડા ખાડા હોય ત્યાં
ઊછળીને મોટા પહાડ દેખાવા માંડે – એવું ધરતીકંપમાં બને છે;
તેમ આ ચૈતન્યમાં સ્વાનુભૂતિના ધરતીકંપનો એક મહાન ઊછાળો
થતાં, આત્મામાં જ્યાં દુઃખનાં પહાડ હતા તે પહાડ તૂટીને ગંભીર
ચૈતન્યની શાંતિના દરિયા બની ગયા, જ્યાં ભવસમુદ્ર હતો તે સમુદ્ર
પુરાઈને તેની જગ્યાએ આનંદનો પહાડ રચાઈ ગયો. અહો, આવો
ધરતીકંપ, આવી સ્વાનુભૂતિ, ચૈતન્યના પાતાળમાંથી સ્વયં ઉલ્લસેલું
આત્માનું સુખ, એનો ઉલ્લાસ, એનો આહ્લાદ – એ પ્રસંગની શી
વાત
!!
અહો મહાવીર દેવ! આજ આપના અવતારનો મહાન
કલ્યાણક દિવસ છે. આપના અવતારથી આખી પૃથ્વી જેમ
આનંદથી ધ્રુજી ઊઠી, તેમ અમારા આત્મામાં મંગલ સ્વાનુભૂતિનો
અવતાર થતાં અમારી ચૈતન્યપૃથ્વી – અમારા અસંખ્યપ્રદેશો
અતીન્દ્રિય આનંદના ઝણઝણાટથી ધ્રુજી રહ્યા છે.....એ ઝણઝણાટી
વડે આપના ઉપકારના મંગલ ગીત ગવાય છે.
જય વર્દ્ધમાન દેવ.....જય સ્વાનુભૂતિ