Samyak Darshan Part 7 8 (Gujarati). Pad 34.

< Previous Page   Next Page >


Page 178 of 237
PDF/HTML Page 191 of 250

 

background image
૧૭૮ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
(૩૪)
પ્રભો, આપના શાસનમાં, આપના માર્ગમાં સંતો દ્વારા
આત્માની સ્વાનુભૂતિ પામીને હું હવે કૃતકૃત્ય થયો છું; મારું આ
જીવન મારા આત્મકાર્યની સિદ્ધિથી તૃપ્ત અને કૃતાર્થ બન્યું છે : –
કૃતકૃત્યતા સાચી પામ્યો જીવડો,
કાર્યસિદ્ધિથી થયો અતિશય તૃપ્ત જો;
દુઃખોના રે ભડાકાથી જીવ છૂટિયો,
અદ્ભુત શાંતિ – શાંતિમાં થયો લીન જો...
આવ્યા રે આવ્યા..ચેતન પ્રભુજી અંતરે..
અહો.....આત્મા, મારો આત્મા, જેવો છે તેવો સમ્યક્સ્વરુપે
ખીલી ઊઠયો; અને આ જીવ – કે જે પહેલાં અજ્ઞાનદશામાં અતૃપ્ત
હતો, શું કરું – એની કાંઈ સૂઝ ન હતી, કેવું સ્વરુપ છે એનું કોઈ
વેદન ન હતું, અને પોતાના સ્વરુપને જાણવા માટે જ્ઞાનીના
સત્સંગમાં ખૂબ – ખૂબ ઝંખતો હતો, અહો, મારા સ્વરુપનું સમ્યક્
દર્શન મને થાય, મારા સ્વરુપના સુખનું વેદન મને થાય, – એને
માટે આ આત્મા અતૃપ્તપણે ખૂબ – ખૂબ દિવસ – રાત ઝંખતો
હતો, એની વેદના ખૂબ જ થતી હતી.....હવે.....
– હવે હે પ્રભુ! આપના શાસનના પ્રતાપે સ્વાનુભૂતિરુપ
કાર્ય સિદ્ધ થતાં, મારા આત્માનું અસલી સ્વરુપ પ્રગટ થયું; એના
સુખનું, એની શાંતિનું, એના અનંત સ્વભાવોનું વેદન થતાં, આ
આત્મા અતિશય તૃપ્ત થયો, કૃતકૃત્ય થયો. આહા
! આવું સુંદર
મારું સ્વરુપ! આવી સુંદર – અદ્ભુત મારી શાંતિ! આવી
શાંતિસ્વરુપ હું પોતે, સુખસ્વરુપ હું પોતે, એમ નિજસ્વરુપને જાણ્યું,