સ્વાનુભૂતિ – તીર્થ મારી સાથે જ વર્તી રહ્યું છે. હું પોતે તીર્થસ્વરુપ
છું. આવા મારા ચૈતન્યભાવરુપ તીર્થને છોડીને સંસારના ભાવમાં હું
જતો નથી. સંસારધામને છોડીને હું મારા મોક્ષધામમાં વસ્યો છું;
તેથી હું સદાય તીર્થમાં જ રહેનારો છું; સદા મોક્ષની તીર્થયાત્રા જ
હું કરી રહ્યો છું. ।।૩૭।।
સંબંધરુપ દ્રવ્ય – ક્ષેત્ર – કાળ – ભાવ તે બધા પણ માંગળિક જ
છે. જુઓને, આજે આ ચૈત્રસુદ તેરસ, – ભલેને મહાવીર
ભગવાનના જન્મને તો ૨૫૭૨ વર્ષ થઈ ગયા, છતાં એ આત્મા
મંગળરુપ હતો તો તેમના પ્રતાપે આજનો આ દિવસ પણ (આજે
૨૫૭૨ વર્ષ પછી પણ) માંગળિક તરીકે ઉજવાય છે. આ રીતે
મંગળરુપ આત્માના પ્રતાપે બધું મંગળ જ છે. –
બન્યા છે મુજ ક્ષેત્ર – કાળ મંગળ જો;
દ્રવ્ય – ભાવ પણ મંગળ મુજમાં વર્તતા,
અહો, અહો, આ સમ્યક્નો જ પ્રતાપ જો.....
જ્યાં જશે આ આતમરામી જીવડો,
બની જશે તે ક્ષેત્ર – કાળ મંગળ જો;
દ્રવ્ય – ભાવ પણ મંગળ જે પીછાણશે,
તેને મંગળ સર્વ પ્રકારે થાય જો.....