સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૧૮૫
✽ અહો, ચૈતન્યભાવરુપ સ્વભાવવાળો મારો આ આત્મા...
મારું આ આત્મદ્રવ્ય ત્રિકાળ માંગળિક છે. ત્રિકાળ મંગળ એવું મારું
આ આત્મદ્રવ્ય, તેને ઓળખતાં મારા ભાવ પણ હવે મંગળરુપ થયા
છે.
✽ મારા અસંખ્યપ્રદેશરુપ ક્ષેત્ર, એ પણ સમ્યક્ત્વાદિ
અતીન્દ્રિય આનંદ વગેરે નિર્મળ મંગળ ભાવોથી વ્યાપ્ત છે, તેથી
મારું સ્વક્ષેત્ર પણ હવે માંગળિક છે.
✽ મારી સ્વકાળરુપ પરિણતિ પણ સમ્યક્ત્વ અને આનંદરુપ
પરિણમતી હોવાથી તે પણ માંગળિક છે.
– આ રીતે મારા આત્માના દ્રવ્ય – ક્ષેત્ર – કાળ – ભાવ
એ બધાય માંગળિક છે. ‘ષટ્ખંડાગમ – ધવલા’ના મંગલાચરણમાં
આત્માને ત્રિકાળ મંગળસ્વરુપે વર્ણવ્યો છે; તે ત્રિકાળ મંગળપણું
મારામાં જાણીને મને જે આનંદ – ઉલ્લાસ થયેલો તે
આનંદઉલ્લાસના બળે આગળ વધતાં, અહો! આ આત્મા સાક્ષાત્
ભાવથી પણ મંગળરુપ થયો. જે ત્રિકાળ દ્રવ્યનું મંગળપણું સ્વીકારે
તેને વર્તમાન ભાવમાં પણ મંગળ હોય છે : આ એક અપૂર્વ ન્યાય
ષટ્ખંડાગમ – સિદ્ધાન્તમાં ભગવાન વીરસેન સ્વામીએ જે રીતે
સમજાવ્યો છે, અને મિથ્યાત્વને અમંગલ કહીને આત્માથી છૂટું પાડી
દીધું છે, અને એ જ વખતે ચૈતન્યભાવને મંગળરુપ કહીને
મિથ્યાત્વથી છૂટો પાડી દીધો છે, આ રીતે ભેદજ્ઞાન કરાવીને
આત્માને સમ્યક્ત્વરુપ માંગળિક કર્યો છે.....અહો! તે સંતોને
નમસ્કાર છે.
મારા દ્રવ્ય – ક્ષેત્ર – કાળ – ભાવ કે જે મારામાં મંગળરુપે
વર્તી રહ્યા છે એ બધો અહો, સમ્યક્ત્વનો કોઈ અચિંત્ય પ્રતાપ છે.
આવો મંગળરુપ થયેલો મારો આત્મા હવે જ્યાં જશે ત્યાં બહારનું