સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૧૮૭
એની અનુભૂતિ, એની શી વાત! આવી અનુભૂતિ જેમના શાસનમાં
થઈ એવા હે વીરનાથ પ્રભુ! આપનો પરમ ઉપકાર હું ફરીફરીને
પ્રસિદ્ધ કરું છું.
હે જગતના જીવો! હે સાધર્મીજનો! તમે વીરશાસનમાં
આવ્યા છો, વીરશાસનને પામ્યા છો, તો વીરશાસનમાં જે આવી
અપૂર્વ આત્મિક અનુભૂતિ છે તે અનુભૂતિ તમે કરો.....કરો.....કરો.
(૩૯)
(૪૦)
અનુભૂતિ થઈ ત્યારે હે વીરનાથ ભગવાન! જેવો આપનો
આત્મા છે એવી જ જાતનો મારો આત્મા પરિણમ્યો; આપ જેવા
પૂર્ણ સુખરુપે પરિણમી રહ્યા છો એવા જ સુખરુપે મારો આત્મા
અંશે – અંશે પરિણમવા માંડયો. આ રીતે ભાવઅપેક્ષાએ આપ
અને હું બંને જુદા નથી. જેવો ચૈતન્યભાવ આપના આત્મામાં છે
તેવો જ ચૈતન્યભાવ આ આત્મામાં પણ છે, – એમ આપણે બંને
હવે એક જ હોઈએ એમ અંતરમાં વેદાય છે : –
પ્રભો ! હવે ‘હું’ અને ‘તું’ કંઈ જુદા નથી,
પ્રભુમય બન્યો છું હું જ સ્વયં જો;
પ્રભુતા જ્યાં પ્રગટી છે આત્મસ્વરુપની
પામરતા કે દીનતાનું નહીં નામ જો.....
જાગી રે જાગી શાંતિ આત્મસ્વરુપની.....
હે પ્રભો! પહેલાં, આપ ચૈતન્યસ્વરુપે પરિણમતા જ્ઞાની અને
હું કષાયરુપ પરિણમતો અજ્ઞાની, – એવો આપનામાં ને મારામાં
ભેદ હતો, .....હવે.....; અથવા બીજી રીતે કહીએ તો મારો